દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે પાવાગઢની મુલાકાત લીધી

શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:21 IST)

Widgets Magazine

 
પ્રસિધ્ધ યાત્રાધામ ખાતેના હેરિટેજ સ્થાપત્યોને નિહાળવા દક્ષિણ આફ્રિકાના તેની પત્નિ અને પુત્ર સાથે ઐતિહાસીક સ્મારકો નિહાળ્યા હતા. જોકે અચાનક પાવાગઢની ઉડતી મૂલાકાત લેતા અન્ય પ્રવાસીઓ પણ અવાક બની ગયા હતા. પાવાગઢ-ચાંપાનેરના ઐતિહાસિક સ્થાપત્યોને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળતા અહી હવે વિશ્વના પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચાતા પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે હવે વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ પંચ-મહોત્સવનું પણ આયોજન દર વર્ષે કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતની પ્રથમ પાવાગઢ-ચાંપાનેર ખાતેની હેરિટેજ સાઇટ અને જ્યાં 14મી અને 15મી સદીના ઐતિહાસીક સ્થાપત્યોની મુલાકાત દક્ષિણ આફ્રિકાના પુર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ તેના પરિવાર સાથે મૂલાકાત લીધી હતી જોકે એકાએક પાવાગઢના આ સ્થાપત્યોની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ અચંબિત થયા. પાવાગઢના ઐતિહાસીક સ્થાપત્યોનો નજારો માણી રોમાંચિત થઇ ચૂક્યો હતો. પાવાગઢ તળેટી પર આવેલ જામા મસ્જીદની મુલાકાતે આવ્યો હતો. જ્યાં આ સ્થાપત્યોને મનભરી પરીવાર સાથે નિહાળ્યા બાદ તેની નજીકમાં આવેલી શહેર મસ્જીદ ખાતે પહોંચ્યો હતો. તેમના આ અચાનક મુલાકાતના જાણ હેરિટેજ કચેરી પાવાગઢને થતાં હેરિટેજ કચેરીના કર્મચારીઓએ જોન્ટી રોડ્સનું સ્વાગત કર્યું હતું. જોન્ટી રોડ્સે બે સ્થાપત્યોની અડધા કલાકની મુલાકાત બાદ ત્યાંથી રવાના થઇ ગયો હતો.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસની મંથન બેઠકમાં સૂરતનો મુદ્દો ચગ્યો, અલ્પેશ અને જિજ્ઞેશથી કોંગ્રેસને કોઈ ફાયદો ના થયો

કોંગ્રેસની મંથન બેઠકમાં સૂરતનો મુદ્દો ચગ્યો, અલ્પેશ અને જિજ્ઞેશથી કોંગ્રેસને કોઈ ફાયદો ના ...

પરાજય અંગે ત્રણ દિવસના મંથન બાદ ગુજરાત કોંગ્રેસમાં થશે ધરખમ ફેરફારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની સામે કોંગ્રેસે કાંટાની ટક્કર આપી છે. તેમજ સાબિત ...

news

સુરતમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી 1200 સાડીઓ જપ્ત કરાઈ

ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડીઓ બહાર પાડવામાં આવી હોવા અંગે કલેક્ટરને કરાયેલી ફરિયાદને ...

news

Travel Destination List 2017 - 2017માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી..તમે પણ જઈ શકો છો

2017 થોડાક જ દિવસમાં સમાપ્ત થવાનુ છે અને આ ક્રમમાં ગૂગલ (Google)એ વર્ષ 2017ની ટ્રેંડિંગ ...

Widgets Magazine