ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર, તમામ સરકારી વિભાગો પર નજર રાખશે

બુધવાર, 13 જૂન 2018 (12:21 IST)

Widgets Magazine

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મુખ્યમંત્રી કાર્યાલય થી થશે તેમ જણાવ્યું છે.. રાજ્ય સરકાર ના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ સાથે જુલાઈ માસ ના અંત સુધી માં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે. મુખ્યમંત્રી એ આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને  મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડ ની કામગીરી નું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું.  તેમણે એમ પણ કહ્યું કે બધા જ  જિલ્લા કલેક્ટરો ડી ડી ઓ એસ.પી ને પ્રતિ માસ 8 થી 10  મુદ્દાઓ પોઇન્ટ તરીકે આપીને એ વિષયો માં એમના જિલ્લા ની સ્થિતિ ની સમીક્ષા કરાશે. આવા ફોક્સ એરિયા માં શ્રેષ્ઠ દેખાવ માટે ની થશે અને અધિકારીઓ ની એફિસિયન્સી નું સતત મોનીટરીંગ  પણ શક્ય બનશે.આના પરિણામે કાર્યદક્ષતા વધશે. વિજય ભાઈ એ કહ્યું કે આ ડેશ બોર્ડ માં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ  સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેના સન્દર્ભ માં જિલ્લા તાલુકા વિવિધ વિભાગો ની કામગીરી ની સમીક્ષા તલ સ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલય માંથી 3 કોલ  આપી કામગીરી પૂર્ણ કરવા ની સતત સૂચના અને દેખરેખ રખાય છે.  આ ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર બનીને પારદર્શિતા થી ટેકનોલોજી ના ઉપયોગ થી ગુડ ગવરનાન્સ નો નવીન પ્રયોગ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ જણાવ્યું કે સર્વેલન્સ સીસ્ટેમ થી રાજ્યમાં ક્યાં સ્થળે કઇ સ્થિતિ છે તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. તેમણે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ માં રાજ્ય ની સિદ્ધિ અને સ્થિતિ પણ આના દ્વારા જાણી શકાશે એમ કહીને ઉમેર્યુકે  નેશનલ પેરામીટર્સ માં પણ મોનીટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. વિજય ભાઈ એ કહ્યું કે મોટા પ્રોજેક્ટ ના અમલીકરણ ફોલોઅપ  સમાયાવધી વિશે પણ આ ડેશ બોર્ડ ઉપયુક્ત બનશે.. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે  તે અનુસાર  વિભાગો  જિલ્લાઓ કામગીરી કરશે. રાજ્ય ના વિવિધ વિભાગો ની આઈ. ટી ટિમ અને ડેશ બોર્ડ ના સંકલન થી આ પદ્ધતિને  વધુ પરિણામ લક્ષી બનાવવાશે તેમ પણ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. મીડિયા સમક્ષ ડેશ બોર્ડ ની જિલ્લા સ્તર ની સ્થિતિ નું પણ જીવન્ત નિદર્શન કરવા માં આવ્યું હતું.

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મગફળી કાંડમાં ગુજરાત સરકાર પર નાફેડના ચેરમેને કર્યાં ગંભીર આક્ષેપો

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાના મામલે કૌભાંડ થયાની અટકળો ચાલી રહી છે તેવા ...

news

સીએમ રૂપાણીએ પોતાનો કાફલો રોકીને અકસ્માત પિડીતોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરાવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ જઇ રહ્યા હતા. ત્યારે સુઘડ પાસે બાઇક સવાર બે યુવકને ...

news

આજે રાત્રે દિવો પ્રગટાવીને કરો 1 ઉપાય, દૂર થઈ શકે છે પૈસા સાથે જોડાયેલ દરેક સમસ્યા

આજે અધિક માસની અમાવસ્યા છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે. પણ અધિક માસની અમાવસ્યા 3 ...

news

PM મોદીએ વિરાટનુ ફિટનેસ ચેંલેંજ કર્યુ પુરૂ, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીનુ ફિટનેસ ચેલેંજ પુરૂ કર્યુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine