ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 નવેમ્બર 2020 (11:01 IST)

સુરેન્દ્રનગર-લખતર રોડ પર અકસ્માત, 4 ના મોત

આજે વહેલી સવારે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં 4 લોકોનાં ઘટનાસ્થળે મૃત્યું થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા છે. ગંભીર અકસ્માતમાં લખતર ગામના કુંભાર પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકમાં ત્રણ સ્ત્રી અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કોઠારિયા ગામ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અથવા સામે વાહનની લાઈટ પડતાં કાર ઝાડ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોડીરાત્રે (બુધવારે) સુરેન્દ્રનગરમાં પણ કાર અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 1ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત લખતર હાઈવે પર થયો છે, કારમાં 5 લોકો સવાર હતા.
 
ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી