મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (15:43 IST)

બારમા ધોરણમાં ટોપ કરનારો વર્શિલ સંસારને ત્યાગીને સંયમના માર્ગે ચાલ્યો

બારમા ધોરણમાં ટોપ કરીને 99.99 ટકા મેળવનાર વિદ્યાર્થી અમદાવાદના વર્શિલ શાહે સુરતમાં આખરે સંયમનો માર્ગ અપનાવ્યો છે. તેણે સુરત ખાતે દીક્ષા લઈને સંસારને અલવિદા કહી દીધું હતું. વર્ષિલ હવે સુવીર્યરત્ન વિજયજી મહારાજના નામે ઓળખાશે. અમદાવાદના પાલડીનો રહેવાસી વર્શીલને ધો-12 સામાન્ય પ્રવાહમાં 93.06% અને 99.99 પર્સેન્ટાઇલ (પીઆર) આવ્યા છે. એવામાં તેના માતા-પિતા પાસે આ મહેનતનું ઇનામ માંગવાની જગ્યાએ વર્શીલે સંસારનો ત્યાગ કરી જૈન સંન્યાસી બનવાની મંજૂરી માંગી. હેરાનની વાત તો એછે કે વર્શીલના માતા-પિતાને પણ પોતાના આ દીકરાના નિર્ણયથી કોઇ પસ્તાવો નથી.

વર્શીલના પિતા જીગર શાહ કહે છે કે તેમનો પરિવાર શરૂઆતથી જ આધ્યાત્માની તરફ વધુ ઝૂકેલો રહ્યો છે. જીગર શાહ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સપેક્ટર પદ પર કાર્યરત છે. જીગર શાહ કહે છે કે મારી પત્ની અમી ખૂબ જ ધાર્મિક સ્વભાવની છે અને મારો દીકરો વર્શીલ અને તેની બહેન પણ ધર્મ અને આધ્યાત્માની તરફ ઝૂકેલા છે. વાસ્તવમાં જ્યારે વર્શીલની સ્કૂલની રજાઓ હતી ત્યારે તેઓ કયાંય ફરવા જવાની જગ્યાએ તેઓ સત્સંગમાં જવાનું પસંદ કરતાં હતા.આ સત્સંગો દરમ્યાન જ વર્શીલ કેટલાંય જૈન મુનીઓ અને સંન્યાસીઓના સંપર્કમાં આવ્યો જે સંન્યાસી બન્યા પહેલાં ડૉકટર, એન્જિનિયર, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા પરંતુ અસલી ખુશી તેને દીક્ષા લીધા બાદ જ મળી. વર્શીલના પિતા કહે છે કે મારા દીકરાએ મહેનત કરીને 12માની પરીક્ષાની તૈયારી માત્ર એટલા માટે જકરી હતી કારણ કે હું ઇચ્છતો હતો. આટલા સારા મારા માર્ક્સ મેળવ્યા છતાં વર્શીલ હજુ સુધી સ્કૂલમાં પોતાની માર્કશીટ લેવા ગયો નથી.શાહ દંપત્તી ખૂબ જ સાધારણ જીવન જીવે છે અને આજના જમાનામાં પણ તેઓ ઘરમાં ખાસ ઇલેક્ટ્રોનિક અપલાયન્સીસ પણ રાખતા નથી. વર્શીલના માતા-પિતા પોતાના દીકરાના નિર્ણયથી થોડાંક ઉદાસ ચોક્કસ છે પરંતુ તેની ઇચ્છાને સમર્થન આપીને ખુશ પણ છે. જીગર શાહ કહે છે કે અમે ઉદાસ હતા કારણ કે અમે તેના ભવિષ્યને લઇને કેટલાંય સપનાં જોયા હતા. પરંતુ વર્શીલ એ અમારી પાસે કયારેય કંઇ માંગ્યું નથી. આથી પહેલી વખત જ્યારે એને અમારી પાસે સંસારનો ત્યાગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો અમે માની લીધી. દીક્ષાથી વર્શીલને ખુશી મળશે અને તેને ખુશ જોઇને અમે પણ ખુશ રહીશું