બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2024 (09:13 IST)

Gujarat Weather - રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વધશે ઠંડી, 48 કલાક કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી

હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં એક સપ્તાહ સુધી કાતિલ ઠંડીની સંભાવના રહેશે. રાજ્યમાં હજુ આગામી 7 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે. અંબાલાલ પટેલે આગામી 48 કલાક કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી કરી છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે.
 
હવામાન વિભાગે ઠંડી ને લઈને આગાહી કરી છે. જ્યાં આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની અને પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફુકાવાની આગાહી કરાઈ છે. જેને લઈને ઠંડીનો ચમકારો હજુ યથાવત રહેશે.
 
કાતિલ ઠંડા પવનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં આજે સતત ચોથા દિવસે તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુશિખર પર પણ બરફ જામી ગયો છે. ફરવા ગયેલ સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે.
 
બીજી બાજુ  નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું. તો અમદાવાદ નુ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ. આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે જેને લઈને ઠંડી અનુભવાશે. આ સાથે જ દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર પવનની ગતિમાં વર્તાઈ રહી હોવાની અને આજે કોઈપણ શહેરમાં કોલ્ડ વેવ ની આગાહી નહિ હોવાની પણ માહિત હવામાન વિભાગે જાહેર કરી છે.