ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (11:36 IST)

સૌરાષ્ટ્રમાં હવામાન પલટાતાં ભારે પવનથી માછીમારોની હોડીને નુકશાન, એકનું મોત

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કેટલાક સ્થળોએ વરસાદ પણ પડ્યો છે ત્યારે તેની અસર દરિયામાં પણ જોવા હતી. દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં હતાં. હર્ષદ નજીકના દરિયામાં માચ્છીમારી કરી રહેલું એક પીલાણું મોજાને કારણે પલ્ટી મારી જતાં 3 માચ્છીમારો દરિયામાં ખાબક્યા હતા જેમાં એકનું મોત થયું હતું અને તેમનો મૃતદેહ બ્રહ્માજીના મંદિર નજીકના દરિયા પાસેથી મળી આવ્યો છે જ્યારે અન્ય બે માચ્છીમારોના જીવ બચી ગયા હતા. માચ્છીમારો પોતાના જીવ બચાવવા માટે મથી રહ્યા હતા અને મહામુસીબતે કિનારે પહોંચ્યા હતા. આ 6 માચ્છીમારોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. એક બોટનું એન્જીન, જાળ દરીયામાં ડુબતા બે લાખનું નુકસાન થયું હતું જ્યારે વધુ એક બોટ સંપુર્ણપણે નાસ પામી હતી.

શનિવારની રાત્રીના દ્વારકા જિલ્લામાં ભરશિયાળે અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાતા અને વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ સાથે કાતિલ પવનના વાયરા શરૂ થતા રૂપેણ બંદરના કિનારે લાંગરેલી હોડીઓમાં ભારે મોજાના કારણે નુકસાન થયું હતું. દ્વારકામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દરિયામાં હાઇ કરન્ટ જોવા મળ્યો હતો. રૂપેણ બંદરે આશરે 1700 જેટલી નાનીમોટી હોડીઓ દ્વારા માછીમારો દ્વારા વ્યવસાય કરવામાં આવે છે. તેમાની આશરે 70 જેટલી હોડીઓ પથરાળ કિનારાને કારણે તેમજ મોટા પથ્થરો સાથે અથડાતા વ્યાપક નુકસાની થઇ હતી. માછીમાર આગેવાન દાઉદ ભેસલિયાએ જણાવ્યું હતું કે, દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેની કુદરતી ખાડીમાં ફિશિંગ કરવા જતી બોટનુ પાર્કિંગ થયું હતું. પરંતુ થોડા સમય અગાઉ આ ખાડીમા સમુદ્રીરેતીના ભરવાને કારણે આ કુદરતી સલામત પાર્કિંગ બંધ થયુ હતું. જેને કારણે ફરજિયાત હોડીનું પાર્કિંગ દરિયાઇ પાણીના પ્રવાહવાળા અને પથરાળ ક્ષેત્રમા પાર્કિંગ કરાતા શનીવાર રાત્રીના 60 કિમીની સ્પીડે ફુંકાતા પવનને કારણે નુકસાની થઇ હતી.  રૂપેણ બંદરના વયોવૃધ્ધ માછીમાર આગેવાન સતારભાઇ ભરૂચાએ આ અંગે જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં આટલા વર્ષોમા પાણીમાં આવો કરન્ટ જોયો નથી.ગ્લોબલ વોર્મિંગની અસર હોય તેમ શિયાળામાં પણ આટલા મોજા ઉછળતા જોયા નથી. ઉછળતા મોજાઓને કારણે હોડીમાં મોટા પ્રમાણમાં નુકસાની થઇ છે.રૂક્ષ્મણીમંદિર પાસેની કુદરતી ખાડીમા સુરક્ષીત રીતે  બધી હોડીનુ પાર્કિંગ કરવામા આવતુ  હતુ. થોડા સમય અગાઉ અહી આવેલી ખાડી પાસે સમુદ્રીરેતીના ભરાવાને કારણે કુદરતી અને સલામત પાર્કિંગ ઝોન બંધ થયુ હતુ.  જેમાટે માછીમારો દ્વારા રેતી હટાવવાની કામગીરી કરાતા સ્થાનીય પોલીસ દ્વારા પાર્કિંગ ઝોન બંધ કરવામા આવ્યુ હતુ. ખનનની ફરીયાદ થતા  પોલીસે અહી પાર્કિંગ બંધ કરાવી દિધુ હતુ.