ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (12:39 IST)

હેપ્પી વેલેન્ટાઈન ડે - ગુજ્જુ યુવાને ફિલિપ્પાઈન્સની યુવતી સાથે લગ્ન કર્યાં

4 ફેબ્રુઆરી-2015ના રોજ વલેન્ટાઇન ડેના દિવસે કતારની હોટલમાં વડોદરાના યુવાન અને ફિલિપાઇન્સની યુવતી વચ્ચે શરૂ થયેલી પ્રેમ કહાણી આજે વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ લગ્નમાં પરિણમી છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોથી પ્રભાવિત ફિલીપાઇન્સની યુવતીએ હિંદુ વિધી પ્રમાણે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી ટી.પી.-13 છાણી ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ધામધૂમથી વડોદરાના યુવાન અને ફિલીપાઇન્સની યુવતીના લગ્ન સંપન્ન થયા હતા.  વડોદરા શહેરના ટી.પી.-13 છાણી ખાતે આવેલી 3, ગોવર્ધનમાં પાર્કમાં રહેતા 28 વર્ષિય જૈમિન જયંતિભાઇ પટેલે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ કતાર નોકરી માટે ગયો હતો. જ્યાં તેણે કતારની એક હોટલમાં નોકરી શરૂ કરી હતી. તે જ હોટલમાં ફિલિપાઇન્સની ક્રિષ્ટી (ઉં.વ.24) નોકરી કરે છે.  જૈમિને પટેલે જણાવ્યું હતું કે, હું અને ક્રિષ્ટી એક જ હોટલમાં કામ કરીએ છે. એક જ હોટલમાં કામ કરતા હોવાથી અમારી મિત્રતા થઇ ગઇ હતી. હું ગુજરાતનો હોવાથી ક્રિષ્ટી મારાથી પ્રભાવીત હતી. અમે કામ પરથી એકસાથે ઘરે જવા નિકળતા હતા. અમે બંને દિવસે-દિવસે વધુને વધુ એકબીજાની નજીક આવતા હતા.  બે વર્ષે પહેલા તા.14 ફેબ્રુઆરી-2015ના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે મેં ક્રિષ્ટીને ગુલાબનું ફૂલ આપીને પ્રેમના એકરાર સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. ક્રિષ્ટી પણ મારી સમક્ષ પ્રેમનો એકરાર કરવાની હતી. પરંતુ પહેલ મેં કરી દીધી હતી. ક્રિષ્ટીએ પ્રેમના એકરાર સાથે કંઇ પણ જાતનો વિચાર કર્યા વિના લગ્નના પ્રસ્તાવને પણ સહજ રીતે સ્વીકારી લીધો હતો. આમ બે વર્ષ પૂર્વે વેલેન્ટાઇન ડેના દિવસે અમારી શરૂ થયેલી લગ્નની કહાની આજે લગ્નમાં પરિણમી હતી.