શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 જુલાઈ 2021 (08:56 IST)

કોરોનાનો ડર હોવા છતાં 2020માં 1.94 કરોડ લોકો ગુજરાત ફરવા આવ્યા

બીજી લહેરના અંત બાદ હવે ધીરે ધીરે પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો ખુલી રહ્યા છે. જેના કારણે પ્રવાસન સ્થળોએ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જોકે, કેટલાક રાજ્યો અને વિસ્તારોમાં કોવિડ ગાઇડલાઇનના કારણે કોરોના અગાઉની પ્રવાસીઓની સંખ્યાએ પહોંચતા હજૂ સમય લાગશે. ગુજરાતમાં વર્ષ 2019માં 5.88 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જેની સામે 2020માં 1.94 કરોડ જ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. કોરોનાના કારણે એક જ વર્ષમાં 3.94 કરોડ પ્રવાસીઓનો ઘટાડો નોંધાયો હતો.કોરોનાની પહેલી લહેર બાદ કેટલાક સમય માટે પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા હતા પણ મર્યાદિત સંખ્યા નક્કી કરાયેલી હતી. ફરી બીજી લહેરમાં પ્રવાસન સ્થળો બંધ થયા હતા. સોમવારે સંસદના મોનસૂન સત્રમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી હતી. આ વિગતો માત્ર સ્થાનિક પ્રવાસીઓને અનુલક્ષી હતી.રાજ્યમાં પણ પ્રવાસન સ્થળો પર કોરોનાની સીધી અસર વર્તાઇ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાસણ ગીર, સફેદ રણ જેવા સ્થળોએ સરેરાશ કરતાં 65થી 70% ઘટાડો નોંધાયો હતો. હાલમાં મર્યાદિત સંખ્યા અને ગાઇડલાઇન સાથે મોટાભાગના પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. ત્રીજી લહેરનું કારણ પ્રવાસન સ્થળો ના બની જાય એ પણ ચિંતાનું કારણ છે.નવેમ્બર 2018થી ફેબ્રુઆરી 2020 સુધી 42.58 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. 17 માર્ચ, 2020ના રોજ આ આંકડો રાજ્યસભામાં આપવામાં આવ્યો હતો. મહિને 2.66 લાખ પ્રવાસીઓ આવતા હતા. 2021ના માર્ચમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર કરી ગયો. 1 વર્ષમાં કપરી સ્થિતિઓ વચ્ચે 7.40 લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.