ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (11:12 IST)

ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી જોઈ શકાશે રિઝલ્ટ

આજે ઓનલાઈન ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. હાલમાં માર્કશીટનું વિતરણ કરવામાં નહી આવે, સાથે જ ટૂંક સમયમાં માર્કશીટ માટેની તારીખ જાહેર કરાશે. 
 

પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ગુજરાત બોર્ડ સિવાયના વોદ્યાર્થીઓને માર્કશીટ પોસ્ટ કરી દેવાશે. એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષા અગાઉ 3 વાર મોકૂફ રહી હતી, જે આખરે તમામ તકેદારી સાથે યોજાઈ હતી.
 
ઉલ્લેખનીય છે કે , ગત 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 1 લાખ 27 હજાર 600 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. A ગ્રુપમાં કુલ 50 હજાર 661 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે, B ગ્રુપમાં 76 હજાર 575 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. તો AB ગ્રુપમાં કુલ 382 વિદ્યાથીઓએ પરીક્ષા  આપી હતી.