અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 21 નવજાત બાળકોના મોત,

સોમવાર, 30 ઑક્ટોબર 2017 (12:00 IST)

Widgets Magazine
civil hospital


અમદાવાદમાં શનિવારના રોજ અસારવા ખાતે સ્થિત જાણિતી સિવિલ હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મોત થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેના કારણે મોટો ઉગ્ર વિરોધ પણ થયો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા ખાતે રવિવારના રોજ એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્યની ભાજપ સરકાર પર આરોપ મુકવામાં આવ્યા હતા. 
civil hospital

આ બાબતે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, બાળકોનાં મોત ગંભીર બીમારીને કારણે થયા હતા, તેમાં હોસ્પિટલની કોઈ ચૂક જવાબદાર નથી. આ ઘટના પછી ડેપ્યુટી કલેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન આર.કે.દીક્ષીતના નેતૃત્વમાં એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના ઈલેક્શન ઈન-ચાર્જ અશોક ગેહલોતે આ બાબતે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપશાસિત વધુ એક રાજ્યમાં નવજાત બાળકોનાં મોત થવાની ઘટના બની છે. ભાજપની સરકાર છે તેવા રાજ્યોમાં આ રીતે નાના બાળકોનાં મોત થાય છે, તે બાબતને પાર્ટીએ ગંભીરતાથી લેવી જોઈએ.  26થી 28 ઓક્ટોબર સુધી 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 18 બાળકોનાં મોત થયા હતા. શનિવારના રોજ વધુ નવ નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી નિવેદન પ્રમાણે, નવમાંથી પાંચ બાળકોને જન્મસમયે જરુર કરતાં ઘણું ઓછું વજન હોવાને કારણે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.
civil hospital

અન્ય બાળકો પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. આ બાળકોનાં માતાપિતાનો આરોપ છે કે, હોસ્પિટલની લાપરવાહીને કારણે તેમના બાળકોએ જીવ ગુમાવ્યા છે. તેમનો દાવો છે કે, તે સમયે હોસ્પિટલમાં કોઈ સીનિયર ડોક્ટર હાજર નહોતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રવિવારના રોજ મેડિકલ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં જઈને હોબાળો કર્યો હતો અને રાજીનામાંની માંગ કરી હતી.
civil hospital

કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો પ્રયત્ન કરતાં પોલીસે લગભગ 50 જેટલાની અટકાયત કરી હતી. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રભાકર આ બાબતે કહ્યું હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે આ વિરોધ રાજકીય કારણોસર થઈ રહ્યા છે. હોસ્પિટલમાં રોજના એવરેજ પાંચથી છ બાળકોનાં મોત થાય છે. પણ નવનો આંકડો એવરેજ કરતાં વધારે છે અને અમે કમિટીની સ્થાપના કરી છે જે તપાસ કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રૂપાણીનો હાર્દિક પર પ્રહાર - કોંગ્રેસ નહી.. અનામત પર હાર્દિક પોતાનુ વલણ સ્પષ્ટ કરે

ગુજરાત ચૂંટણીમાં એક મુખ્ય ચેહરો બનેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ પર મુખ્યમંત્રી વિજય ...

news

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર (30-10-2017)

ગ્રીનપાર્ક સ્ટેડિયમ ખાતે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈંડિયાએ ...

news

ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ

ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ

news

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37માં એપિસોડની શરૂઆત કરતાં છઠ પર્વના ...

Widgets Magazine