ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 ઑગસ્ટ 2017 (14:35 IST)

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે ૬૧મો જન્મદિવસ

બનાસકાંઠાના પૂરપીડિતોની મદદે ગયેલા વિજય રૂપાણીએ પોતાનો ૬૧મો જન્મદિવસ સાદગીથી ઉજવવાનું નક્કી કર્યું છે. પૂરપીડિતની  આજે મુલાકાત લેતાં પહેલાં તેમણે પાલનપુર ખાતે જૈન મુનિશ્રીના આશીર્વાદ સાથે તેમના દિવસની શરૂઆત કરી હતી. સવારે તેમને શ્વેતાંબર જૈનમૂર્તિ પૂજક સંઘ દ્વારા એકત્ર કરાયેલા ધાબળા, વાસણની કિટ અને સામગ્રીની કિટ સાથેની ટ્રકને અસરગ્રસ્તોની સહાય માટે પ્રસ્થાન કરાવ્યું હતું. પાલનપુર શ્વેતાંબર જૈન સંઘ સમાજ દ્વારા રૂ.૧૧ લાખ ૧૧ હજારની સહાય આજે પૂરગ્રસ્તો માટે જાહેર કરાઇ હતી.  આજે વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ પૂરગ્રસ્ત લોકોની સાથે વીતાવશે. તેમણે કહ્યું હતું કે કુદરતી ત્રાસદીની વેળાએ અસરગ્રસ્તોની સાથે રહેવું એને હું મારી પવિત્ર ફરજ ગણું છું. પાલનપુર જૈન મુનિના આશીર્વાદ મેળવ્યા બાદ વાવ તાલુકાના નાણોદર ખાતે વરસાદી તારાજીનો ભોગ બનેલા ગ્રામજનોના તેમણે હાલચાલ પૂછીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. બપોરે તેઓ ધાનેરા તાલુકાની મુુલાકાત લેશે અને બાળકોને સહાય કિટ ઉપરાંત દાન સહાયના ચેકો અસરગ્રસ્તોને આપશે. મુખ્યપ્રધાન પહેલેથી જ આરએસએસના આદર્શને વરેલા છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે. તેમનો જન્મ બર્મા (રંગૂન શહેરમાં) થયો છે. તેઓ હંમેશાં સાદગીપૂર્ણ જીવન જીવવામાં માને છે. તેમણે વિદ્યાર્થી નેતા અને એબીવીપીમાં જવાબદારી નિભાવી છે. તેઓ રાજકોટના મેયર, ભાજપ પ્રદેશ પ્રમુખ, પ્રવકતા, મહામંત્રી, જિલ્લા પ્રભારી અને પ્રધાનમંડળમાં પણ રહી ચૂકયા છે. કટોકટી દરમિયાન નાની ઉંમરે તેઓ જેલમાં ગયા હતા. તેમની પુત્રી રાધિકા લંડનમાં રહે છે.