મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (11:22 IST)

હાર્દિકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને PM મોદી પર સીધા પ્રહાર કર્યાં

રાજપીપળામાં પાટીદાર આંદોલનના મુખ્ય પ્રણેતા હાર્દિક પટેલ, મહિલા કન્વીનર રેશ્મા પટેલ, પરેશ પટેલ, પંકજ પટેલ સહીત આગેવાનો હાજર રહયાં હતાં. સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમા લિયા,માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપની બની રહી છે તેમ અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. રાજપીપળામાં ડો.બાબા સાહેબ આંબેડકર ને ફૂલહાર કરી હરસિધ્ધિ માતાનાજીના દર્શન કર્યા હતા અને બાદમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી સમૂહ લગ્નમાં પહોંચ્યા હતાં અને નવદંપતિઓને આર્શીવાદ આપ્યાં હતાં.

હાર્દિક પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રધાનમંત્રી મોદી પર સીધે સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમા આલિયા, માલીયા કે જમાલિયા બનાવે પણ સૌથી મોટી મૂર્તિ તો અમારા બાપ(સરદાર)ની બની રહી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને અનામતનો લાભ મળ્યો હોવા છતાં પણ તેમનો વિકાસ થયો નથી ત્યારે વિકાસ કરવો હશે તો તમામ સમાજને સાથે રાખી ને ચાલવું પડશે. હાર્દિક પટેલે વધુમાં ચૂંટણી લડવાની ઉમંર ન હોવાનો ઉલ્લેખ કરીને પોતે 2017માં ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી.. પરંતુ 182 બેઠકો પર ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતાનો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓને સમર્થન કરીશું જયારે દૂધ માં અને દહીંમાં પગ રાખનારા ને ઉભા નહિ રાખીએ.રાજપીપળા ખાતે એકડા પાટીદાર સમાજના સમુહ લગ્નોત્સવમાં પાસના આગેવાન હાર્દિક પટેલની હાજરીથી રાજકીય માહોલ ગરમાયો હતો.  સમુહ લગ્નોત્સવમાંથી હાર્દિક પટેલે વિદાય લીધાં બાદ આગેવાનો લગ્નસ્થળ પર પધાર્યાં હતાં.