ગુજરાતમાં 10 દિવસ બાદ પટેલ કે ક્ષત્રિય સીએમ હશે, રૂપાણીનું રાજીનામું લેવાયું - હાર્દિક પટેલનો દાવો

ગુરુવાર, 14 જૂન 2018 (15:27 IST)

Widgets Magazine
hardik patel


વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવી પહોંચ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ તકે હાર્દિકે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે.હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું આગામી મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. જે તે સમયે અમે સભા માટે મંજૂરી લીધી જ હતી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂતોની હાલત ખરાબ છે તેને પોષણક્ષમ ભાવ તથા પાકવીમાના મુદ્દે ઘણીબધી તકલીફો હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે. પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે બપોરે હાર્દિક પટેલે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. બાદમાં વંથલીમાં ખેડૂત સભા સંબોધવા નીકળી ગયો હતો. નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે હોસ્પિટલ જઇ તેની ખબર અંતર પૂછશે અને વંથલી ખેડૂતો સાથે સભા કરશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Fifa World Cup 2018 - રૂસના મેદાન પર જોવા મળશે ભારતની આ વસ્તુ, જેના વગર મેચ શક્ય નથી

રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન સાઈબર સિટી મતલબ ગુરૂગ્રામની એક વસ્તુ ...

news

વલસાડમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ, પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

વલસાડ શહેરમાં એક યુવતી સાથે ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી જવા ...

news

અમદાવાદના નવા મહિલા મેયર બીજલ પટેલ તથા ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાની વરણી

અમદાવાદના વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી આજે મળનાર બોર્ડની સામાન્ય સભામાં ...

news

બાળકોને કાઢી મૂકી LC આપી દેતી સ્કૂલોની માન્યતા હવેથી રદ કરાશે

છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો દ્વારા વિવિધ કારણોસર બાળકને કાઢી મુકી અને પ્રવેશ રદ કરી વાલીને ...

Widgets Magazine