હાર્દિક પટેલને તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

hardik patel
Last Updated: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (17:43 IST)

હાર્દિક પટેલના ઉપવાસના 14માં દિવસે તબિયત લથડી જતાં તેને હોસ્પિટલમાં ખસેડવાની તૈયારીઓ થઈ રહી છે. સરકારને આપેલા અલ્ટિમેટમ મુજબ હાર્દિકે ગુરુવાર રાતથી પાણીનો ત્યાગ કર્યા બાદતેને સતત્ ચક્કર આવવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવી રહ્યો છે. હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે. હાર્દિકની તબિયત લથડવાના પગલે ગુજરાતભરના પાટિદાર પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તેની તકેદારી સ્વરૂપે પોલીસને સ્ટેન્ડ ટૂ રાખી દેવામાં આવી છે.


આ પણ વાંચો :