હરિપ્રસાદ સ્વામી મહારાજ અક્ષરધામ નિવાસી પામ્યા, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી પામ્યા છે. સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. ત્યારે દેશવિદેશમાં વસતા તેમના લાખો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભક્તો તેમના અંતિમ દર્શનની ઝલક મેળવવા માટે સોખડા મંદિર પહોંચી રહ્યા છે. રાત્રે હરિપ્રસાદ સ્વામી મહારાજના નિધનના સમાચાર આવતા જ ભક્તોમાં ગમગીની છવાઈ ગઈ છે. હરિભક્તોની ગઈકાલ રાતથી જ સોખડા મંદિર ખાતે આવવાના શરૂઆત થઈ ગઈ છે.
યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.