1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (12:49 IST)

વેજલપુરના ડોક્ટરને ફોન કરી માનસિક હેરાન કરવામાં આવતા પોલીસ ફરિયાદ

અમદાવાદ શહેરના વેજલપુરના એનેસ્થેશિયોલોજી ડોક્ટર કલ્પેશ નકુમને અજાણ્યા નંબર પરથી હબીબ નામથી ફોન કરી હેરાન પરેશાન અને મજાક કરવામાં આવી રહી છે. અવારનવાર ફોન કરી હેરાન કરવામાં આવતા ડોક્ટરે છેવટે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડો. કલ્પેશનું અગાઉ સગર્ભાના મોત મામલે આક્ષેપ કરી અપહરણ કરવામાં આવ્યું હતું. એનેસ્થેશિયોલોજી ડોક્ટર કલ્પેશ નકુમના મોબાઈલ પર ગત ફેબ્રુઆરી માસમાં હબીબભાઈના નામે ઓળખ આપી મેં મારા માસા મને ફોન કર્યો છે. પૈસા આપી દે તેમ કહ્યું હતું. ડોક્ટરે ના પાડવા છતાં અવારનવાર ફોન કરતો હતો. જેથી તેનો ફોન બ્લોક કરી નાખ્યો હતો. ચાર મહિના બાદ ફરીથી ફોન કરી હબીબભાઈની જ ઓળખ આપી તારી હોસ્પિટલમાં કેટલા કેસ આવે છે. કેટલા પેશન્ટ આવે છે કહી મજાક કરી હતી. પૈસાની પણ માગ કરી હતી. ચાર પાંચ દિવસે આ રીતે ફોન કરી હેરાન કરી મજાક ઉડાવતો હતો. અલગ અલગ નંબર પરથી ફોન કરી માનસિક હેરાન કરવામાં આવતા હતા. ડોક્ટર કલ્પેશનું ડિસેમ્બર 2019માં શાહપુરની એક સગર્ભાના મોતના કેસમાં પાંચ લોકોએ ગાડીમાં અપહરણ કરી માર માર્યો હતો. જબરજસ્તી તેમનો વીડિયો પણ ઉતાર્યો હતો. જેથી ગભરાઈ તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અલગ અલગ નંબરની માહિતીના આધારે તપાસ શરૂ કરી છે.