રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (17:20 IST)

Haryana: લખીમપુર ખીરી બાદ હવે અંબાલામાં પણ હંગામો, BJP સાંસદ પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવવાનો આરોપ

લખીમપુર ખીરીનો વિવાદ થંભે એ પહેલા જ હરિયાણાના અંબાલાથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. બીજેપીના નેતાઓનો વિરોધ કરવા પહોંચેલા ખેડૂત પર કાર ચડાવી દેવામાં આવી હતી. જેમા ખેડૂત ઘાયલ થયો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલામાં વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી છે. 
 
અંબાલાના નારાયણગઢની આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું કે, શું ભાજપાના લોકો ગાંડા થઈ ગયા છે ? કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલાના નારાયણગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂત પર ગાડી ચઢાવી દીધી. 



મળતી માહિતી મુજબ રમત મંત્રી સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની આજે નારાયણગઢમાં એક સન્માન સમારોહમાં પહોંચવાના હતા. આ અંગે ખેડૂતોને જાણ થતાં જ ખેડૂતો વિરોધ કરવા માટે ખુદ સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
 
સવારે લગભગ 11.15 વાગ્યે, ભવન પ્રીત સિંહ નામના ખેડૂતે ડીસીપીને ફરિયાદ કરી કે તેમના પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આ વાહન સાંસદ નાયબ સૈનીના કાફલાનું હતું. અત્યાર સુધી પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. કાફલાની છેલ્લી કાર પર ખેડૂતને ટક્કર મારવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ખેડૂતને કોઈ ગંભીર ઈજા થઈ નથી.