શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 એપ્રિલ 2018 (12:07 IST)

ગુજરાતમાં 3 દિવસ હીટવેવની આગાહી, 15 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

રાજ્યભરમાં વાયવ્ય દિશાથી ઉત્તર દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે. બુધવારે સૌરાષ્ટ્રમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ હતી. 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.બુધવારે કચ્છનું કંડલા એરપોર્ટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું. 42.3 ડિગ્રી તાપમાન સાથે કંડલા પોર્ટ બીજા ક્રમે સૌથી ગરમ રહ્યું. બુધવારે અમદાવાદીઓએ પણ સૂરજના આકરા તાપનો સામનો કર્યો. અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું જે સામાન્ય તાપમાનથી 1.2 ડિગ્રી વધારે હતું. શહેરનું લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધારે હતું. શહેરમાં ભેજનું પ્રમાણ 39%-17% રહ્યું હતું.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે પણ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચશે. આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. આખો દિવસ શહેરમાં વાતા સૂકા અને ગરમ પવનોને કારણે લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.