શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (08:47 IST)

Heavy Rain update - ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં શનિવારથી અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લાની સરખામણીએ વધુ વરસાદ જોવા મળ્યો છે. જોકે, હવામાનવિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આણંદ, વડોદરા, ભરૂચ તથા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
 
11 સપ્ટેમ્બર: ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ
12 સપ્ટેમ્બર: છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ
13 સપ્ટેમ્બર: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ
14 સપ્ટેમ્બર: નર્મદા, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, રાજકોટ,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ
15 સપ્ટેમ્બર: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને બોટાદ.