Widgets Magazine
Widgets Magazine

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર ફેંકાઈ બંગડીઓ.. જાણો સ્મૃતિએ શુ કહ્યુ...

અમદાવાદ્, મંગળવાર, 13 જૂન 2017 (12:58 IST)

Widgets Magazine
smiriti irani

 ગુજરાતના અમરેલી શહેરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલ કેંન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર બંગડીઓ ફેંકવા મામલે પોલીસે એક વ્યક્તિની આજે ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ 20 વર્ષની વ્યક્તિની ઓળખ અમરેલી જીલ્લાના મોટા ભંડારિયા ગામ નિવાસી કેતન કાસવાલાના રૂપમાં થઈ છે. 
 
અમરેલીમાં યોજાયેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ દરમિયાન એક યુવકે જાહેરમાં ઉભા થઈને ખેડૂતોનું દેવું માફ કરો તેવી માગણી સાથે છૂટી બંગડીના ઘા કર્યા હતા. બાદમાં પોલીસે આ યુવકની અટકાયત કરી હતી. આ અંગે આજે સ્મૃતિ ઇરાનીએ કહ્યું, ‘એક પુરુષને મહિલા પર આક્રમણ કરવા માટે મોકલ્યો, કૉંગ્રેસની આ સ્ટ્રેટેજી ખોટી છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારના કરતબોની મને અપેક્ષા છે.’
 
ઉલ્લેખનીય છે કે મોદી સરકારના ૩ વર્ષની ઉજવણી પ્રસંગે અમરેલીમાં કેન્દ્ર સરકારની 3 વર્ષની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય ટેક્ષટાઈલ્સ મંત્રી સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં ખેતીવાડી તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઈરાનીનું પ્રવચન ચાલતું હતું ત્યારે વિશાળ જનમેદની વચ્ચે એક યુવક ઉભો થયો હતો અને મંત્રી સામે ખેડૂતોનું દેવું માફ કરો તેમ કહી છુટી બંગડીઓના ઘા કર્યા હતા. બાદમાં કેતન કસવાળા નામના આ યુવકનીની પોલીસે અટકાયત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આ વ્યકિતને કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવ્યે હોવાનું જણાવ્યું હતું અને ચૂંટણી નજીક આવી રહી હોવાથી કોંગ્રેસ હજુ આવા ઘણા ખેલ કરશે તેમ કહ્યું હતું.
અમરેલીમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના વિરોધમાં કાળી પટ્ટીઓ બાંધીને સુત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સ્થળે વિરોધ પ્રદર્શન કરાયું હતું તેમજ બંગડીઓ અને આંતરવસ્ત્રો ફેંકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય પરેશ ધાનાણી, માજી સાંસદ વીરજી ઠુમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર સહિત 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.
મોડી સાંજ સુધી તેમને છોડવામાં નહી આવતા કાર્યકરોએ પોલીસ લોકઅપમાં રામધુન બોલાવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મંદસૌર જઈ રહેલ હાર્દિક પટેલની નીમચમાં ધરપકડ બાદ છોડી મુકાયો

મધ્યપ્રદેશના મંદસૌરમાં પોલીસ ફાયરિંગમાં પાંચ પાટીદાર ખેડૂતોના મોત પર રાજનીતિ દિવસો દિવસ ...

news

Monsoon Gujarat - આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 72 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. નૈઋત્યનું ...

news

હવે ગંગા નદીમાં ગંદકી કરશો તો 100 કરોડનો દંડ કે થશે 7 વર્ષની જેલ

ગંગા નદીમાં ગંદકી કરવી હવે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ગંગામાં ગંદકી કરનારાઓ ...

news

જાપાની પુરૂષ શા માટે ઢાંકી રહ્યા છે Nipple

જો તમે જાપાનમાં રહો છો અને કોઈ છોકરીને ડેટ કરવા ઈચ્છો છો તો તમે નિપલ કવર ખરીદવું પડી શકે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine