શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (15:31 IST)

બાળકને 6 વર્ષથી એક દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ નહીં મળે: મંત્રી ઋષિકેશ પટેલ

school
ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. આગામી વર્ષથી ધોરણ-1માં 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની ઉંમર હશે તે જ વિદ્યાર્થીને પ્રવેશ મળશે. જો તેમાં એક વર્ષ ખુટતુ હશે તો વાલીઓએ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. અગાઉ શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રવેશની વયમર્યાદામાં છુટછાટ આપવા માંગ કરી હતી.

ત્યારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રાથમિક સ્કૂલોમાં એડમિશનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાળકને 6 વર્ષથી એકપણ દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ નહીં મળે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાળકને 6 વર્ષથી એકપણ દિવસ ઓછો હશે તો શાળામાં પ્રવેશ નહીં મળે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાળ વાટિકાનું આયોજ કરાયું છે. 6 વર્ષ સુધી બાળકોની બુધ્ધિનો સૌથી સારો વિકાસ થાય છે. બાળકો 6 વર્ષ પહેલા જ્ઞાન સાથે ગમ્મત કરતા થાય એ માટે બાળ વાટિકા મદદરૂપ થશે. જેથી બાળકને 6 વર્ષ પુરા થયેલા હશે તો જ તેને પ્રાથમિક શાળામાં એડમિશન મળશે. તેમણે યુનિયન બજેટને લઈને પણ જણાવ્યું હતું કે, 7 આયામો સાથેનું સપ્તર્ષિ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં યુવાઓ માટે ખૂબ મોટી તકો આપવામાં આવી છે. 100 વર્ષે ભારત ક્યાં હોવું જોઈએ એ બાબતને ધ્યાને રાખી બજેટ અપાયું છે. સ્ટાર્ટ અપની શરૂઆત ગુજરાતથી થઈ છે. ગુજરાતમાં 6 હજાર કરતા વધારે સ્ટાર્ટ અપ છે. ભારત માટે ખૂબ મોટી તકોનું સર્જન થઈ રહ્યું છે. માત્ર સરકારી નોકરી જ એકમાત્ર વિકલ્પ નથી. ગુજરાતના યુવાઓ માટે અનેક વિકલ્પો સ્ટાર્ટઅપ થકી ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ કર્તાઓ માટે આર્થિક મદદ ઉભી છે. 2070 સુધીમાં 0 ટકા કાર્બન ઉપાર્જનનો લક્ષ્યાંક છે.