બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (18:03 IST)

15 એપ્રિલ 2023 પહેલાં ખરીદેલા સ્ટેમ્પમાં બંને પક્ષકારોની સહી હશે તો પ્રોપર્ટીમાં જૂની જંત્રીનો દર લાગૂ થશે

રાજયમાં જમીનો, સ્થાવર મિલકતોના જંત્રી 2011ના ભાવોમાં 15 એપ્રિલથી થનાર ભાવ વધારઓ અમલી થશે. 15 એપ્રિલ 2023 પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલા હશે અને ત્યાર પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલી મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના વધેલા ભાવ મુજબ થતી મિલકતની બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર 300 રૂપિયાથી વધુ રકમના વાપરેલા સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમ મજરે ગણવામાં આવશે.
 
4થી 8 એપ્રિલ સુધી રજાના દિવસોમાં કચેરી ચાલુ રહેશે
4 એપ્રિલ, 7 એપ્રિલ તથા 8 એપ્રિલે જાહેર રજાના દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી 2011ના ભાવોમાં 15 એપ્રિલથી વધારો અમલમાં આવનાર છે. જેથી 15 એપ્રિલ કે તે પછી નોંધણી અર્થે રજૂ થતાં દસ્તાવેજો માટે કેટલીક સ્પષ્ટતા કરાઈ છે.
 
આ પ્રકારના દસ્તાવેજમાં વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં
15 એપ્રિલ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તે પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં 14 એપ્રિલ સુધી પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ  મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.