બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (10:57 IST)

IMA નો ઘટસ્ફોટ: કોરોનાથી ડોક્ટરોના મોત મામલે ગુજરાત બીજા ક્રમે

ગુજરાતમાં સહિત દેશભરમાં કોરોના સંક્રમણ ભયાનક થઇ રહ્યું છે એક તરફ દિલ્હીમાં સૌથી વધુ રિકવરી રેશ્યો જોવા મળ્યો છે તો બીજી તરફ તમામ રાજ્ય સરકારો પોતાના રાજ્યમાં કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે દિવસ રાત મહેનત કરી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે હાલ કોરોના વોરિયર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કોરોનાના સામે ઢાલ બનીને ઉભેલા ડોક્ટરોને લઇને આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. 
 
જેમાં ગુજરાત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી આખા દેશમાં ડોક્ટરોના મોત મામલે ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા કરતા 23 ડોક્ટરો મોતને ભેટ્યા છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ 23 ડોક્ટરોના મોત થયા છે, જ્યારે પહેલા નંબરે તમિલનાડુંનો નંબર આવે છે. તમિલનાડુમાં સૌથી વધુ 43 ડોક્ટરોના મોત થયા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ડોક્ટરોના મોત મામલે હાલ આંકડાઓ જાહેર કર્યા છે.
 
કોરોના સામેની લડાઇમાં તબીબોનું ખૂબ મોટું યોગદાન છે. પરંતુ દુઃખની વાત એ છે કે કોરોના સામે લડતાં લડતાં તબીબોનાં મૃત્યુ પણ નોંધાયાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ દેશમાં તબીબોના થઇ રહેલા મોત પ્રત્યે દુખ જાહેર કરતાં પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 200 તબીબોના મૃત્યુ થયાં છે. તામિલનાડુમાં સૌથી વધુ 43 તબીબોનાં મોત નિપજ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23-23 તબીબોનાં મૃત્યુ નોંધાયાં છે. દિલ્હીમાં પણ કોરોના વાઇરસે 12 ડોક્ટરોને ભરખી ગયો છે. આઇએમએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોના 196 તબીબોને ભરખી ગયો છે. આ પૈકી 170 તબીબોની વય 50 વર્ષથી વધુ હતી અને 40 ટકા તબીબ જનરલ પ્રોક્ટિશનર હતા.
 
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સૂત્રો દ્વારા મળતી માહિતિ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીના કારણે 23 જેટલા તબીબોના મોત થયા છે, મૃત્યુ પામનાર તબીબો 50 વર્ષ કરતાં વધુ ઉમરના હતા. હવે આઈએમએ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે સરકારી તબીબોની સાથે ખાનગી તબીબોને પણ સહાય કે વળતર આપવુ જોઈએ.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા એવા ડોક્ટરો છે જેમના મોત નિપજ્યા છે પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ન હોવાના કારણે તબીબોના મૃત્યુની સંખ્યા વધુ પણ હોઈ શકે છે. હાલમાં ડોક્ટરો છે પોતાના જીવ અને પરિવારને જોખમમાં મુકીને દેશ અને સમાજ માટે ઢાલ બનીને સતત કોરોના સંકમણ સામે લડી રહ્યા છે. તબીબો કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે સંક્રમિત થઇ જાય છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે તબીબો માટે પણ બેડ અને દવા ઉપલબ્ધ નથી. તેને કારણે તબીબોનું મનોબળ તૂટતું જાય છે. સૌથી વધુ તબીબોનાં મૃત્યુ તામિલનાડુમાં નોંધાયાં છે. તે પછીના ક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. જનરલ પ્રેક્ટિશનર કોરોનાનો પહેલો શિકાર બની રહ્યા છે.