શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર: , મંગળવાર, 25 જૂન 2019 (16:46 IST)

ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર: જેતપુર પાવી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ

૪૬ તાલુકામાં અડધા ઇંચથી ત્રણ ઇંચ વરસાદ, ૨૪ કલાકમાં ૭૭ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ
 રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મી.મી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. 
 
જ્યારે ભાવનગરનાં ઉમરાળા તાલુકામાં ૧૫ મી.મી, મોરબીનાં માળીયા મિયાણા તાલુકામાં ૨૦ મી.મી, જૂનાગઢનાં વિસાવદરમાં પાંચ મી.મી, જામનગરનાં કાલાવડ તાલુકામાં ૨૫ મી.મી વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત રાજકોટ જિલ્લાનાં ગોંડલ તથા કોટડા સાંઘાણીમાં અડધો ઇંચ અને જસદણમાં પાંચ મી.મી વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીમાં લાઠી અને રાજુલામાં ૧૫ મી.મી વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર રાપર તાલુકામાઁ ૬૬ મી.મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લા ક્યાય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકામાં ૧૬ મી.મી. અને શંખેશ્વર તાલુકમાં ૯ મી.મી, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૧ મી.મી., વડગામ તાલુકામાં ૩ મી.મી., મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ૨૪ મી.મી. અને સતલાસણા તાલુકામાં ૪ મી.મી, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૨૬ મી.મી.,વડાલી તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે.  
 
દક્ષિણ ગુજરાત ઝોનના વલસાડ  જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો નથી. જ્યારે ભરુચનાં અંકલેશ્વરમાં ૧૭ મી.મી, નર્મદાનાં સાગબારામાં ૧૦ મી.મી, નવસારી તાલુકામાં ૧૨ મી.મી, ડાંગનાં સુબીર તાલુકામાં 13 મી.મી, તાપીના નિઝર તાલુકામાં ૫૪ મી.મી., સોનગઢમાં ૪૧ મી.મી, ઉચ્છલમાં ૯ મી.મી અને કુકરમુંડા તાલુકામાં ૬ મી.મી., સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૩૨ મી.મી., સુરત સીટીમાં ૬૯ મી.મી તથા બારડોલીમાં ૭ મી.મી અને પલસાણા તાલુકામાં ૧૬ મી.મી જેટલો  વરસાદ વરસ્યો છે.
 
પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠેય  જિલ્લાઓમાં શ્રીકાર વરસાદ વરસ્યોછે. જેમાં આણંદનાં ઉમરેઠમાં ૪ મી.મી અને વડોદરા જિલ્લાનાં દેસરમાં ૧૦ મી.મી વરસાદ વરસ્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૧૬ મી.મી.,ઘોઘંબામાં ૩૫ મી.મી, ગોધરામાં ૬૫ મી.મી, જાંબુઘોડામાં ૪૨ મી.મી, અને શહેરામાં ૬૬ મી.મી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ૧૫ મી.મી, દાહોદમાં ૨૮ મી.મી, ગરબાડામાં ૧૮ મી.મી, દેવગઢ બારિયામાં ૨૫ મી.મી, સિંગવડમાં ૨૯ મી.મી અને સંજેલીમાં ૨૫ મી.મી વરસાદ વરસયો છે. 
 
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૧૦ મી.મી., સંખેડા તાલુકામાં ૨૫ મી.મી., બોડેલીમાં ૪૩ મી.મી, છોટા ઉદેપુરમાં ૬૬ મી.મી, ક્વોટમાં ૧૭ મી.મી, અને સૌથી વધૂ જેતપુર પાવી તાલુકામાં ૧૦૨ મી.મી  વરસાદ વરસ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ૮ મી.મી., દસક્રોઇ તાલુકામાં ૧૯ મી.મી. અને વિરમગામમાં ૪ મી.મી. વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ગળતેશ્વરમાં ૧૬ મી.મી., મહુધામાં ૯ મી.મી., માતરમાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકઓમાં વરસાદ વરસ્યો હતો.