શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (11:36 IST)

બારડોલીમાં યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને નગ્ન કરાવ્યા, બાદમાં ક્લિપ વાઇરલ કરી

Video leak
બારડોલીનગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાઇરલ થયા હતા , ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેંચતા વેપારી તેમજ એક રિક્ષાચાલક યુવાનનો વીડિયો વાઇરલ થતાં યુવાને બારડોલી પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી છે.

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગકાંડમાં નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વિડિઓ વાયરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં પહેલાં ભોગ બનનાર પાસે પૈસાની માગણી કરાઇ હતી.ઘણા કિસ્સાઓમાં પૈસા આપવા છતાં વીડિયો વાઇરલ કરાયો હતા. ભૂતકાળમાં નગરમાં નામી લોકોના આવા બીભસ્ત વીડિયો વાઇરલ થતાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. હાલ ફરીએ પ્રકારના બે વિડિઓ નગરમાં ફરતા થયા છે. શાકભાજીનો વેપાર કરતા એક વેપારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ હાલમાં જ એક રિક્ષાચલાકનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં યુવાન બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.