1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (12:09 IST)

પાલનપુરમાં દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી

-  પાલનપુર - દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી 
-  GJ-05-RM 0983 નંબરની ઇકોએ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
-  કારમાંથી બિયરનું ટીન પણ મળી આવ્યું

પાલનપુરમાં નશાની હાલતમાં ડ્રાઇવર બેફામ બની રહ્યાં છે. જેમાં દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી છે. તેમાં ધનિયાણા ચોકડી નજીક 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં GJ-05-RM 0983 નંબરની ઇકોએ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઇકો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તેમજ ઇકો ચાલક સામે પાલનપુર પૂર્વ પોલીસમાં ફરિયાદ થઇ છે તેથી પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ લોકોએ ઇકો ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. તેમજ કારમાંથી બિયરનું ટીન પણ મળી આવ્યું છે. ઇકોચાલક સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનામાં પાલનપુર ધનિયાણા ચોકડી નજીક નશામાં ધુત ઇકો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. રિક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા.