મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (16:45 IST)

સુરતમાં યુવકે પહેલા બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો પછી શોપિંગ સેન્ટરની છત પરથી કૂદ્યો

સુરતઃ શહેરમાં આપઘાતના બે બનાવો સામે આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. એક  યવકે શરીર પર બ્લેડ મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર લઈને નીકળ્યા બાદ તેણે મજુરા ગેટ પાસેના શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી કૂદીને જીવન ટુંકાવ્યું હતું. યુવકે આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 
શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ગોડાદરા વિસ્તારમાં નરેશ ચૌધરી માનસિક બિમારીનો સામનો કરી રહ્યો હતો અને તેના મોટાભાઈ સાથે રહેતો હતો. તેણે ઘરમાં જ હાથ અને ગળાના ભાગે બ્લેડના ઘા માર્યા હતાં ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર લઈને નરેશ રવાના થઈ ગયો હતો. ત્યાર બાદ મજૂરાગેટ પાસે આવેલા એક શોપિંગ સેન્ટરના ત્રીજા માળેથી કૂદીને તેણે જીવન ટુંકાવ્યું હતું. આપઘાતની ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. 
 
મહિલાએ પતિના ત્રાસથી ફિનાઈલ પીધું
તે ઉપરાંત સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. વેસુ વિસ્તારમાં એક મહિલાએ ફિનાઈલ પી લેતાં તેને પણ હોસ્પિટલ ખસેડાઈ હતી. આ મહિલાએ ફિનાઈલ પીવાનું કારણ એવું જાણવા મળ્યું હતું કે, તેના પતિએ ચાર દિવસ પહેલાં બીજા લગ્ન કરી લીધા હતાં અને તેને માર મારીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પતિ મને રાખવાની ના પાડે છે અને મને માર મારી કપડાં પણ ફાડી નાખ્યા હતા. મને જીવવા નથી દેતા. હું બે બાળકો સાથે ક્યાં જઉ. આ ઘટનામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.