રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (15:28 IST)

પતિએ વાસણ ધોવાનુ કહેતા પત્નીનો આપઘાત, મહિલા કોન્સ્ટેબલે પોલીસની વર્દી સાથે જ કરી આત્મહત્યા

police bharati
આજકાલ લોકોની સહનશક્તિ ખૂબ ઓછી થઈ  ગઈ છે. નજીવી બાબતે ગુસ્સે થઈને લોકોને નુકશાન પહોચાડવુ કે પછી પોતે કંઈક કરી લેવુ વગેરે ઘટનાઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. સ્ત્રીઓ સમય સાથે આગળ વધીને પોતાના પગ પર તો ઉભી થઈ રહી છે પણ સમાજ તેને આમ છતા તેની જૂની બેડીઓ ઘરકામમાંથી તેને આઝાદ નથી કરી રહ્યો. સ્ત્રીની રસોઈના તેની સેવાભાવના બધા વખાણ કરશે પણ તે પુરૂષની જેમ કમાવીને જો ઘરમાં પૈસા લાવે તો તેનુ કોઈ સન્માન નથી કરતુ. પરિણામ સ્વરૂપે આજે મોટાભાગના પતિ પત્નીનો સંસાર વેખેરાયેલો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લામાં આવા જ એક દંપતિનો સંસાર વિખેરાય ગયો. આમા દોષ કોનો ?
 
સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. એમાંય ખાસ કરી જિલ્લામાં આત્મહત્યાના બનાવો વધતા જતા હોવાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા કોન્સ્ટેબલે 28 મહિનાના બાળકને સૂવડાવી પંખે લટકી જીવન ટૂંકાવ્યું છે.
 
 
પતિ ફરજ પર ગયો અને પાછળથી મહિલાએ આપઘાત કર્યો
સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેની સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસબેડામાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિ વાસણ ધોવાનું કહી પોતાની ફરજ પર જતા રહ્યા બાદ આ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
 
 
પતિએ વાસણ ઊટકવાનું કહેતાં મહિલાને લાગી આવ્યું
વર્ષાબેન વાનાણી પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે આવ્યા એ સમયે પતિએ વાસણ ઊટકવાનું કહેતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને લાગી આવ્યું હતું. સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી. ત્યાર બાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈમાં ફરજ બજાવે છે તે પોતે નોકરી પર જતા રહ્યા હતા. ત્યારે બાદ મહિલા કોસ્ટેબલે પોતાના હેડક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. હાલમાં ઘટનાસ્થળે સિટી પોલીસે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની ડેડ બોડીને પી.એમ.માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
 
 
વર્દી સાથે જ મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા
મહિલા કર્મચારી વર્ષાબેન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારનાં જ વતની છે અને તેમણે લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે. પોતે પોલીસમાં છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી ફરજ બજાવે છે. જેમણે પોતાના 28 મહિનાના બાળકને સૂવડાવીને પોતાની પોલીસની વર્દી સાથે જ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે.
 
 
કાયમી થવાને ફક્ત એક મહિનો બાકી હતો
છેલ્લાં 4 વર્ષ અને 11 માસ તેમણે પોલીસમાં ફરજ બજાવી છે, ત્યારે હવે કાયમી થવાને ફક્ત એક મહિનો બાકી હતો. ત્યારે સામાન્ય બાબતે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ફિક્સ પગારમાં લાગેલા પોલીસને કાયમી થવાનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે. ત્યારે હવે મહિલા કર્મચારીને ફક્ત એક મહિનો કાયમી થવાને બાકી હતો. એ સમયે જ સામાન્ય વાસણ ધોવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ આત્મહત્યા કરી લીધી છે.