રાજ્યમાં આગના બનાવ, ગોડાઉનમાં ભીષણ આગની ચપેટમાં 10 મકાનો પણ ખાક
સુરતના કીમમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગની ચપેટમાં 10 મકાનો પણ ખાક થઈ ગયા, ફાયરની 10 થી વધુ ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો . ગોડાઉનમાં આગથી 10 મકાનોની બારીઓ, દરવાજા પાણીની ટાંકી, દીવાલોને ભારે નુકસાન સુરતના કીમ ગામમાં લાકડાના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના 10 મકાનોને ઝપેટમાં આવી ગયા હતા. જોકે 10 થી વધુ ફાઇટ ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ વહેલી સવારે આગને કાબુમાં લીધી હતી. જેથી નવા વર્ષના દિવસે જ મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.
આ ઘટનાનો વીડિયો સ્થાનિકો દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. એક ફટાકડાથી શરૂ થયેલી આગે આખો સ્ટોલ ખાસ કરી નાખ્યો ફટાકડા વેચવાની જગ્યા પર જ ફટાકડામાં આગ લાગતા એક જ પાછળ સ્ટોલમાં રહેલો બધો ફટાકડાનો સામાન એકસાથે ફૂટવાનો શરૂ થઈ ગયો હતો. એટલા જવલંત રીતે આ ફટાકડા ફૂટતા હતા કે આસપાસના રેસિડેન્ટ અને કોમર્શિયલ વિસ્તારમાં પણ આગ પ્રસરી જાય તે પ્રકારનો ડર લોકોમાં જોવા મળ્યો