સોમનાથ મંદિરના પ્રસાદની આવક 7 કરોડને આંબી ગઈ

બુધવાર, 16 મે 2018 (14:50 IST)

Widgets Magazine
somnath


સોમનાથ મંદીરમા ભાવિકોને અપવામાં આવતા હવે 7 કરોડથી પણ વધુ નોંધાઇ છે. સોમનાથ મંદીરમા દર્શનાથે વર્ષ દરમિયાન  90 લાખથી વધુ ભાવીકો આવતા હોય છે. મંદીરમાં ભાવીકો માટે વિવિધ પ્રકારના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મગજના લાડું, ચીકી, માંડવી પાક, દેશી લાડું એમ ચાર વસ્તુઓ પ્રસાદ તરીકે કરવામા આવી છે જેમા વર્ષ દરમિયાન  7 કરોડથી વધુ પ્રસાદની આવક નોંધાઇ છે. આ પ્રસાદ બનાવવા માટે મંદીર પરીષરમાં જ ટ્રસ્ટ દ્રારા વ્યવસ્થા કરાઇ છે  હાઇજેનીક પ્રસાદ ભાવીકોને મળે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પ્રસાદ બનાવવા માટે અમૂલ કંપનીનુ શુધ્ધ ઘી તેમજ અન્ય નામાંકીત કંપનીઓની ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવી રહ્યો છે. પ્રસાદ બનાવનાર સ્ટાફને પણ સેફ્ટી ગ્લોવ્ઝ પહેરીને, સ્વચ્છતા અંગે પણ પુરતી તકેદારી  રાખવામાં આવે છે. આ પ્રસાદ મંદીર પરીષરમાં જ અલગ-અલગ ચાર જેટલા કાઉન્ટરો રાખી આપવામાં આવે છે. સોમનાથ મંદીર ખાતે જ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સેમીનાર યોજાયો હતો  જેમાં દિલ્હી, તથા ગુજરાત માથી આવેલા ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ એ પણ સોમનાથ મંદીર પરીષરમા બનતા આ પ્રસાદની જગ્યાની મુલાકાત લીધેલ હતી અને તેમની પ્રશંસા કરેલ હતી. દેશ અને વિદેશથી આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે સોમનાથ મહાદેવના પ્રસાદનું ખૂબ જ મહત્વ હોય છે અને માત્ર પ્રસાદથી જ તેઓ ધન્ય બને છે તેમજ તેમના સ્નેહીજનો માટે હજ્જારો  કિમી દૂરથી પ્રસાદ લઇને આવે છે ત્યારે લાંબો સમય પ્રસાદ જે તે સિથતી મા જ રહે તે માટે પેકીંગથી લઇને તમામ પ્રકારની સાવચેતી સોમનાથ ટ્રસ્ટ દ્રારા રાખવામાં આવી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુકાળ સમાપ્ત થતા જ બીજેપી કર્ણાટકમાં બનાવશે સરકાર

કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર ...

news

દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી

દાહોદ શહેરમાં યુવક રદ્દ થઇ ગયેલી 1000 અને 500ના દરની નોટો લઇને ફરતો હોવાની બાતમી આર.આર ...

news

શા માટે મલ્લિકા શેરાવત પાંજરામાં કેદ થઈ ?

હવે બોલિવૂડમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પર તમામ હેડલાઇન્સ રાખ્યા છે. એક બાજુ, જ્યાં બૉલીવુડ ...

news

LIVE: કર્ણાટકમાં ધારાસભ્યોની બોલબાલા, કોંગ્રેસે રિઝોર્ટમાં બુક કરાવ્યા 120 રૂમ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પણ હજુ પણ સરકાર કોણી બનશે એ સ્પષ્ટ થયુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine