ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (11:39 IST)

IND-PAK મેચ માટે સૌ છે તૈયાર જાણો શું છે ખાસ વ્યવસ્થા

modi stadium
સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
પાર્કિંગથી સ્ટેડિયમ સુધી 300 મીટરથી લઇને 2 કિમી સુધી ચાલીને જવું પડશે
અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ રહેશે હાજર
બપોરે 12.30 વાગ્યે સ્ટેડિયમમાં કલાકારોના પરફોર્મન્સ શરૂ થશે. 
અમદાવાદમાં આઠમી વખત ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. 
 
 
પ્રથમવાર કોઇ મેચમાં દર્શકો બપોરે 2 વાગ્યે શરૂ થનારી મેચમાં સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી લઇ શકશે. અને રાત્રે 10:30 કલાકે એટલે કે લગભગ સાડા બાર કલાકથી વધુ સમય સ્ટેડિયમમાં રહેશે. આ સમય દરમિયાન 1 લાખ 30 હજારથી વધુ લોકો આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ હશે.

 
IND-PAK મેચ માટે આજથી જ VVIPઓનું આગમન શરૂ થશે: અમિતાભ, સચિન, રજનીકાંત, રણબીર કપૂર, આકાશ અંબાણી સહિત 200 મહાનુભાવો સ્ટેડિયમમાં હાજર રહેશે

 
રેલવે દ્વારા દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન 13 ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે ઉપડશે.  અમદાવાદથી મુંબઇ જવા ટ્રેન 15 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે ઉપડશે. રાત્રે 12.10 કલાકે મુંબઇ ખાતે પહોંચાડશે.