શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (16:00 IST)

સોહરાબુદ્દીન કેસથી ચર્ચામાં આવેલા ગુજરાત કેડરના IPS રજનીશ રાયે રાજીનામુ આપ્યું

આસમ નક્સલી હત્યાને બોગસ અથડામણ ગણાવીને ખુલાસો કરવાવાળા વર્ષ 1992 ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રજનીશ રાયે રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં તપાસ બાદ બોગસ અથડામણ સામે આવ્યા પર સરકારે રજનીશની બદલી કરાવી હતી. ત્યારબાદ હાલ IPS રજનીશ રાય આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ બજાવી રહ્યાં હતાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રજનીશ રાય અને સતિષ વર્માની ગુજરાતમાંથી દેશના પુર્વોત્તર રાજ્યોમાં બદલી કરી દેવામાં આવી હતી. આ બંન્ને 1992 બેચના આઈપીએસ અધિકારીઓ હતાં. 
ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને એડીજીમાં બઢતી આપવામાં આવી ન હતી. આઈપીએસ રજનીશ રાયને બઢતી આપવી હોય તો તેમને ગુજરાત કેડરમાં પાછા લાવવા પડે અને એડીજીમાં પણ બઢતી આપવી પડે, આ બઢતી નહીં આપવા માટે જ તેમને ચાર્જશીટ અપાઈ હતી. રજનીશ રાય સોહરાબુદ્દીન તેમજ તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના સીનિયર આઇપીએસ અધિકારીઓની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા.
રજનીશ રાયના પત્ની વત્સલા વાસુદેવ ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી છે. બે વર્ષની રજા બાદ હાલમાં જ તેમણે સર્વિસ જોઈન કરી છે, અને તેમને તાજેતરમાં જ ઊર્જા વિકાસ નિગમમાં નિમણૂંક અપાઈ છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ તે પહેલા રજનીશ રાયે વણઝારા, રાજકુમાર પાંડિયન તેમજ ઉદેપુરના તે સમયના એશપી દિનેશ એમ.એન.ની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં આ કેસોની તપાસ તેમની પાસેથી લઈને પૂર્વ આઈપીએસ ગીતા જોહરીને સોંપી દેવામાં આવી હતી.