શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (14:36 IST)

ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસ મામલે અમિન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી ફગાવી

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ એન.કે. અમિન અને ડી.જી.વણઝારા તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે બંનેની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન અમિન અને વણઝારા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસમાં હવે વધુ સુનાવણી 7મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. અગાઉની સુનાવણી વખતે સીબીઆઈ તરફથી વણઝારા અને અમિન તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, એન.કે અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ સાબિત થયો છે. તેઓ એન્કાઉન્ટર વખતે શૂટઆઉટમાં સામેલ હતા. વણઝારાના વિરોધ પાછળ સીબીઆઈએ રજૂઆત કરી હતી કે તેમની સામે પણ ષડયંત્રનો કેસ સાબિત થયો છે. એટલું જ નહીં તેમની સૂચનાથી જ એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.