સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 27 માર્ચ 2024 (16:27 IST)

અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ITના દરોડા

income tax raid
લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યુ હોટલ ઉપર ITની ટીમ ત્રાટકી છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ITની તપાસ ચાલુ છે. ગ્રુપના સંચાલક સહિતના ભાગીદારોને ત્યાં આવક વેરા વિભાગની ટીમ પહોંચી ગઈ છે. આ દરોડાથી મોટા બિલ્ડર ગ્રુપોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદમાં કુલ 13 જગ્યા પર ઇન્કમટેક્સના આશરે 75થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. 
 
અમદાવાદમાં કુલ 13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર IT વિભાગે તવાઈ બોલાવી છે. IT વિભાગના 75થી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. ગોપાલ ડેરી અને રીવર વ્યૂ હોટલમાં, આશ્રમ રોડ પરના એકમો ઉપર IT વિભાગની કાર્યવાહી ચાલી રહ્યુ છે. અમદાવાદમાં કુલ 13 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જેમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે. અમદાવાદમાં ગત નવેમ્બર મહિલામાં પણ બે બિલ્ડરો પર આઇટી વિભાગે દરોડા પાડ્યા હતા. 
 
500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા હતાં
તાજેતરમાં રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર આવકવેરા વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૌરાષ્ટ્રના જાણિતા ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં ITના દરોડાથી ખળભળાટ મચી ગયો હતો. 8 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં કરચોરીની નવી મોડેસઓપરેન્ડી ITને જાણવા મળી હતી. બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય શેરી વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં છૂપાવ્યા હોવાનું ITને મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું હતું. આ તપાસ દરમિયાન 8 દિવસના અંતે 500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે.