1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (12:35 IST)

જામનગરના વણિક પરિવારની અંતિમયાત્રા નિકળી, મુખ્યપ્રધાને શ્રદ્ધાંજલિ પાઠવી

નવા વર્ષના દિવસે જ જામનગરમાં વણિક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આજે પાંચેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. CM રૂપાણીએ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરી શ્રદ્ધાંજલિ પાઠવી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.પુત્ર દીપકને ફરસાણના ધંધામાંથી મહીને રૂ.20 થી 25 હજારની આવક થતી હતી.જેની સામે ઘરખર્ચ રૂ.10થી 15 હજાર,માતાની દવાનો ખર્ચ રૂ.20 થી 25 હજાર,બાળકોની શાળાની ફી રૂ.5000 મળી મહીને રૂ.45 થી 50 હજારનો ખર્ચ થતો હતો. પિતા પન્નાલાલ 10 વર્ષથી નિવૃત્ત છે. તેઓ સવારે ચા પી બહાર નીકળી જતા હતા, ઉપાશ્રયમાં જમતા હતા. તેમના મહિનાનો 300 રૂપિયાનો ખર્ચ એક દાતા ચૂકવતાં હતા. પુત્ર સાથે કોઈ વાંધો નહોતો. સોમવારે રાત્રે તેઓ ઘરે આવ્યા અને તેમના ઉપરના રૂમમાં સૂવા જતાં રહ્યા હતા.