સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (08:27 IST)

જામનગર પાસે બેટના ટોલ નાકે વીજળી પડવાનો વીડિયો સામે આવ્યો

ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. શાહિન વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.  જામનગરમાંથી પ્રકાશમાં આવ્યો હતો. જામનગર પાસે બેડના ટોલ નાકે વીજળી પડી હતી. વીજળી એટલી જોરદાર હતી કે જોનાદાર દરેક ડરી ગયા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અને પછી વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
 
ધોરાજી-ઉપલેટા-જામકંડોરણાના તમામ ડેમ ઓવરફલો થતા તંત્ર એલર્ટ મોડ પર છે. ધોરાજીનો ભાદર-2, ઉપલેટાનો વેણુ-મોજ અને જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો થયા છે. ધોરાજીના ચાર ગામ અને ઉપલેટાના 19 ગામોને હાઈ એલર્ટ કરાયા છે.
 
વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે એક આકાશમાં વરસાદી માહોલ જામેલો છે અને કાળા ડિબાંગ વાદળો પણ છવાલેયા છે. ત્યારે જામનગર પાસે બેડ ટોલ પ્લાસા પાસે સીસીટીવી કેમેરા લગાવેલો હતો. ટોલ ટેક્ષથી થોડે દૂર આકાશમાં ચમકારા સાથે વીજળી જમીન તરફ નીચે આવે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
 
રાજ્યમાં 24 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 100 ડેમ હાઇ એલર્ટ પર
બંગાળના ખાડીમાં સક્રિય થયેલા વાવાઝોડા 'ગુલાબ'  કારણે રાજ્યમાં હજુ વરસાદ પડશે આ સ્થિતિમાં હવામાન વિભાગ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો વરસાદ ભુક્કા બોલાવી શકે છે.