શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (12:17 IST)

Fraud- જામનગર: નોકરી મેળવવા છેતરપિંડી

બોગસ ડોક્યુમેંટ, પાસપોર્ટ, આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસંસ બનાવી આપવાના ઘણા કિસ્સા સામે આવે છે. આવુ જ એક બનાવ જામનગરથી સામે આવ્યુ છે. જામનગરમાં ભારતીય નેવીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે નોકરી મેળવવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો દ્વારા બોગસ દસ્તાવેજો બનાવી નોકરી મેળવા જતા તેમનો ભાંડો ફુટી ગયો હતો.   
 
નેવીમાં નોકરી મેળવવા આવેલા 6 ઝડપાયા
ભારતીય નેવીમાં બોગસ ડોક્યુમેન્ટની સાથે નોકરી મેળવવા આવેલા 6 શખ્સ ઝડપાયા છે. બોગસ ડોક્યમેન્ટ બનાવી ઉત્તરપ્રદેશના 4 અને રાજસ્થાનના 2 શખ્સ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ શખ્સો ગાંધીનગર મામલતદાર કચેરના બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવ્યા હતા.