શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 23 ડિસેમ્બર 2018 (12:03 IST)

જસદણ પેટા ચૂંટણી મતગણતરી - જસદણમા કુવરજીની જીત, આ જીતથી ભાજપાને મળી સજીવની

જસદણ વિધાનસભાની ગત 20મીએ યોજાયેલી પેટાચૂંટણીનું આજે મતગણતરી યોજાઈ, 19 રાઉન્ડની મતગણતરી બાદ કુંવરજી બાવળિયાને 90268  મત મળ્યા હતા જ્યારે  કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. પોતાની કારમી હાર બાદ અવસર નાકિયાએ બોગસ મતદાનનો આરોપ લગાવ્યો હતો. ભાજપ પોતાની જીતને લઇને ગાંધીનગરના કમલમ ખાતે વિજયોત્સવ ઉજવશે.

- કુંવરજી બાવળીયાની 19985 મતોથી જીત
-19 રાઉન્ડના અંતે કુંવરજી બાવળિયાને  90268 અને અવસર નાકિયાને  70283 મત મળ્યા હતા.
-18 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 20662 મતથી આગળ
-જસદણ પેટાચૂંટણીઃ 17 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 18105 મતથી આગળ

- જસદણમા કુવરજીની જીત, આ જીતથી ભાજપાને મળી સજીવની
- મને દરેક જાતિના મત મળ્યા - અવસર નાકીયા
- દરેક રાઉન્ડમા બાવળિયા રહ્યા આગળ 
 - 16મો રાઉન્ડ પુરો, અવસર નાકીયા પર કુંવરજી ભારે પડ્યાં, 16,370 મતોની લીડ મેળવી. 
- અત્યાર સુધી NOTAને 1873 મત 
- ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર જશ્નની ઉજવણી શરૂ, ઢોલ- નગારા સાથે વિજયની ઉજવણી શરૂ. 
- કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ હારનો સ્વિકાર કર્યો. 
- 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કુંવરજી બાવળીયાનો સપાટો, 17,550 મતોની જંગી લીડથી આગળ
-  ભાજપે વિજય સરઘસની તૈયારીઓ આરંભી, થોડા જ સમયમાં મુખ્યમંત્રી રૂપાણી જસદણ પહોંચે તેવી શક્યતા.
- 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની 60279, મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 44890 મત
- જસદણમાં મોદી મોદીના નારા ગૂંજ્યા 
- જસદણ બહાર તૈયાર કરાયું હેલિપેડ ગ્રાઉંડ 
-  13  રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 17720 મતથી આગળ
- 12 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની 60279, મત જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને મળ્યા 44890 મત
-  નાકિયા માટે હવે આ લીડ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે, ત્યારે કુંવરજીની જીત લગભગ નક્કી મનાઇ રહ્યું છે.
- મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ છવાયો
- બાર રાઉન્ડના અંતે ભાજપના કુંવરજી બાવળિયા 15389 મતથી આગળ.
-11માં રાઉન્ડનામાં  કુંવરજી બાવળીયા 13  હજાર મતોથી આગળ
-  કુંવરજી બાવળીયા 11  હજાર મતોથી આગળ11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની જીત તરફ\
 - કૂચ, અવરસ નાકીયા સતત પાછળ.
- 10મો રાઉન્ડ પૂર્ણ, 11,600 મતોથી કુંવરજીની લીડ
- 9 માં રાઉન્ડની મતગણતરી પુરી, કુંવરજી બાવળીયાની લીડ યથાવત
-  જસદણમાં હેલિપેટ બનાવવામાં આવ્યું, મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ આવે તેવી શક્યતા.
-  8માં રાઉન્ડની ગણતરી પુરી, નાકીયાનું કમબેક, લીડ ઘટી
-  7 રાઉન્ડ બાદ અવસર નાકીયાએ લીડ કાપી.
-  સ્થિતિ પલટાઈ : 7મો રાઉન્ડ પુરો, કુંવરજીને તેમના જ ગઢમાંથી ઓછા મતો મળ્યાં.- 6  રાઉન્ડ સુધીમાં બાવળીયા નવ હજારથી વધુ મતોથી આગળ
5 રાઉન્ડના અતે બાવળીયાને 7685 મતોની લીડ 
- ચોથા રાઉન્ડનો પ્રારંભ: કુંવરજી બાવળીયા 3 હજાર મતોથી આગળ
-ત્રીજો રાઉન્ડ પૂર્ણ: કુંવરજી બાવળીયાને 13783 અને અવસર નાકિયાને 11062 મળ્યા
- જસદણ પેટા ચૂંટણી: પ્રથમ રાઉન્ડમાં નોટાને 121 મત મળ્યાં,
- જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ જીતવાનો કર્યો દાવો? 
- જસદણ પેટા ચૂંટણીમાં સરેરાશ 72 ટકા મતદાન, ભાજપ-કોગ્રેસે કર્યો જીતનો દાવો
- બીજા રાઉંડમાં પણ કુંવરજી બાવળીયાની લીડ યથાવત.
- પહેલા રાઉંડમાં કુંવરજી બાવળીયાએ બાજી મારી. 1000થી વધારે મતોથી લીડ લીધી.
-  કુલ 19 રાઉન્ડમાં મતગણતરીમાં 13માં રાઉન્ડ મહત્વનો રહેશે. રણ કે 13માં રાઉન્ડની ગણતરી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના વિસ્તારની હશે. તો ભાજપના - ઉમેદવાર કુંવરજી બાવળિયાના મતવિસ્તારની ગણતરી 6 રાઉન્ડમાં થશે.
-  અવસર નાકીયાના ગામની મતગણતરી શરૂ.
-  પ્રારંભીક મતગણતરીમાં કુંવરજી બાવળીયા આગળ, અવરસ નાકીયા પાછળ. 
-  જસદણમાં કુંવરજી બાવળીયાની સંસ્થા ખાતે બાળકો તથા સ્થાનિકો ચૂંટણીનું લાઈવ પરિણામ જોઈ રહ્યાં છે
-  જસદણમાં આવેલી મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે મતગણતરીની પ્રક્રિયા.
-  સૌપ્રથમ પોસ્ટલ બેલેટ મતદાનની મતગણતરી શરૂ કરવામાં આવી.