ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 માર્ચ 2021 (17:30 IST)

જસપ્રીત બુમરાહે સ્પોટર્સ એંકર સંજના સાથે લીધા સાત ફેરા - જુઓ PHOTO

ટીમ ઈંડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ એકર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે. મુંબઈ ઈંડિયંસે પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી બંનેના લગ્નના ફોટો શેયર કર્યા છે. બુમરાહે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચ મેચોની ચાલી રહેલ ટી20 ઈંટરનેશનલ સીરીઝમા ભાગ લીધો નથી. ઈગ્લેંડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ પહેલા બુમરાહે ટીમમાંથી પોતાનુ નામ પરત લીધુ હતુ. બુમરાહે લગ્નની તૈયારીઓ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. સંજનાની વાત કરીએ તો તે સ્પોર્ટ્સ એંકર છે અને સ્ટાર સ્પોર્ટ્સની સાથે જોડાયેલી છે. સંજના અને બુમરાહે થોડા  સમય ડેટ કર્યા પછી લગ્નનો નિર્ણય લીધો. બુમરાહે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર લગ્નના ફોટા શેયર કર્યા છે. 

 
જાણો કોણ છે સંજ ના ગણેશન 
 
સંજના સ્પોર્ટ્સ એંકર હોવાની સાથે સાથે મૉડલ પણ છે. સંજના શાહરૂખ ખાનની ફેન છે અને આઈપીએલ ફ્રેંચાઈજી ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને ચીયર કરતી જોવા મળી ચુકી છે. આ ઉપરાંત તે કેકેઆર ટીમના એક શો ને પણ હોસ્ટ કરે છે. સંજના ખૂબ સુંદર છે અને સાથે જ સ્પોર્ટ્સમાં તેને ઘણો રસ છે. તે સ્ટાર સ્પોર્ટ્સનો જાણીતો ચેહરો બની ચુકી છે.  સંજના સોશિયલ મીડિયા પ ર્ખૂબ એક્ટિવ રહે છે. ઈસ્ટાગ્રામ પર સંજનાના 2 લાખથી વધુ ફોલોર્સ છે. 

 
 
બુમરાહની વાત કરીએ તો તેણે 2016માં ઈંટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. બુમરાહ હજુ સુધી ભારત માટે 19 ટેસ્ટ, 67 વનડે ઈંટરનેશનલ અને 49 ટી 20 મેચ રમી ચુક્યો છે.  ત્રણેય ફોર્મેટમાં તેને ક્રમથી 83, 108 અને 59 વિકેટ લીધી છે.