જય જવાન, જય વિજ્ઞાનનાં સમન્વયથી બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે: મુખ્ય પ્રધાન રૂપાણી

jay jawan jay vigyan
Last Modified ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:32 IST)

વર્ષ ૨૦૩૦માં ભારતને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ટોપ-થ્રી નેશનમાં સ્થાન અપાવવાનો પાયો-બુનિયાદ સાયન્સ કોંગ્રેસે ગુજરાતથી નાખ્યો છે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના સાયન્સ સિટીમાં ૨૫મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. મુખ્ય પ્રધાને અમદાવાદમાં આ સાયન્સ કોંગ્રેસને ખુલ્લી મુકતા કહ્યું કે, આ બાળ વૈજ્ઞાનિકો જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી નયા ભારતનું શક્તિશાળી સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરશે.
jay jawan jay vigyan

આ સાયન્સ કોંગ્રેસમાં ભારતના ૩૦ રાજ્યોના તેમજ ૬ એશિયન દેશોના મળીને ૯૦૦ બાળ વૈજ્ઞાનિક ભાગ લઈ રહ્યા છે. બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે ભારતની સંસ્કૃતિ ઋષિ-મુનિઓની સંસ્કૃતિ છે. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી ભારતના વૈજ્ઞાનિક અને તેમની શોધે સમગ્ર વિશ્ર્વને જ્ઞાનનો માર્ગ બતાવ્યો છે પ્રાચીનકાળમાં ચરક, આર્યભટ્ટથી માંડીને આધુનિક સમયમાં જગદીશચંદ્ર બોઝ, શ્રીનિવાસ રામાનુજમ સુધીના વૈજ્ઞાનિકોએ સમય-સમયે ભારતની ધરતી પર જન્મ લઈ જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ આપી બાળકોની વિચાર ક્ષમતા કેટલી સશક્ત હોય છે તે જણાવી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા બાળકોને અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્ર્વાસ દર્શાવ્યો કે જય જવાન- જય કિસાન-જય વિજ્ઞાનના સમન્વયથી આ બાળ વૈજ્ઞાનિકો નયા ભારતનું નિર્માણ કરશે.


આ પણ વાંચો :