શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 એપ્રિલ 2020 (15:28 IST)

રાજકોટની કંપનીએ 10 દિવસમાં ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું, CM રૂપાણીએ કરી જાહેરાત

કોરોના વાઈરસના કહેર વચ્ચે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે તેની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સક્ષમ કંપનીઓની મદદ માંગી હતી. જેને પગલે રાજકોટની જાણીતી કંપની જ્યોતિ સીએનસીએ પડકારને ઝીલીને માત્ર 10 દિવસના ગાળામાં ધમણ-1 નામનું વેન્ટિલેટર તૈયાર કરી દીધું છે. આ વેન્ટિલેટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરતા કરી હતી. આ સમયે તેમની સાથે જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજા હાજર રહ્યા હતા.