ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (11:09 IST)

કમલેશ તિવારી હત્યાકાંડ: નામ બદલીને પહોંચ્યા હત્યા હત્યારાઓ, હત્યા બાદ મોકલ્યો હતો ફોટો

કમલેશ તિવારી હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાદ મંગળવારે ગુજરાત એટીએસની ટીમે હત્યાને અંજામ આપનાર અશફાક અને મોઇનુદ્દીનની ધરપકડ કરી લીધી છે. ગુજરાત એટીએસની ટીમે આ બંનેને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ધરપકડ કરી લીધી છે. મોઇનુદ્દીન ફૂડ ડિલેવરી બોયનું કામ કરી રહ્યો હતો. તેની પાસે પૈસા પૂરા થઈ જતાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસને ત્યારબાદ બંન્ને આરોપીઓ ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજીમાં છે. આ માહિતી મળ્યા બાદ ગુજરાત એટીએસે ઓપરેશન પાર પા઼ડ્યું હતું.  અશફાક રોહિત સોલંકી બનીને તો મોઇનુદ્દીન સંજય બનીને કમલેશ તિવારી પાસે પહોંચ્યા હતા.
 
પૂછપરછમાં અશફાક અને મોઇનુદ્દીને ગુજરાત એટીએસની સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને હત્યાની વાત સ્વિકારી લીધી હતી. ગુજરાત એટીએસના સૂત્રોનું માનીએ તો બંને આરોપી સૂરતમાં હત્યા બાદ પોતાના એક મિત્રના સંપર્કમાં હતા. કમલેશ તિવારીની હત્યા બાદ તેમણે કોઇ એક મોબાઇલ નંબર પર તેનો ફોટો મોકલ્યો હતો. જોકે હાલ આ નંબર આરોપીઓના મોબાઇલમાં ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 
 
અશફાક અને મોઇનુદ્દીન ગુજરાત પરત આવવા માંગતા ન હતા. ગત ત્રણ દિવસથી તે પુપીના સહારનપુરની આસપાસ સંતાયેલા હતા, જ્યાં તેમની પાસે પૈસા ખતમ થતાં તેમણે પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને ઘરેથી પૈસા મંગાવ્યા ગતા. ગત થોડા દિવસોથી એટીએસની ટીમે તેમના નંબર ટેક્નિકલ અને પર્સનલ સર્વિલન્સ પર મુક્યા હતા. પોલીસે સામાન્ય પુરાવો મળતાં જ અશફાકના મિત્રની ધરપકડ કરી લીધે પુછપરછ શરૂ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે અશફાક અને મોઇનુદ્દીન પૈસા લેવા માટે શામળાજી બોર્ડર પર આવવાના છે. તેની જાણકારી મળતાં જ એટીએસની ટીમ રવાના થઇ અને બંનેની પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ હવે બુધવારે બંને આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી યૂપી ટ્રાંજિટ રિમાંડ પર લેશે.