મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જાન્યુઆરી 2020 (14:07 IST)

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી જેવો શો અમદાવાદમાં કરે તેવી શક્યતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના આર્થિક પાટનગર જેવા અમદાવાદમાં હાઉડી મોદી જેવો હાઉડી ટ્રમ્પ કાર્યક્રમ યોજે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. જો કે હજુ અમેરિકી પ્રમુખની ભારત મુલાકાતની તારીખોની ઔપચારિક જાહેરાત થઇ નથી. પરંતુ જાણકાર વર્તુળો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાતે આવશે.

અત્યારે જો કે ટ્રમ્પ ખૂબ બીઝી છે કારણ કે આ વર્ષે અમેરિકી પ્રમુખની ચૂંટણી પણ થવાની છે. આમ છતાં માહિતગાર વર્તુળો કહે છે કે 2020ના ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે અને હાઉડી મોદી જેવા એક કાર્યક્રમને સંબોધશે.  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષના સપ્ટેંબરમાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને બિરદાવતું પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ભારતીયો અને અમેરિકી નાગરિકો સહભાગી થયા હતા.અમેરિકી પ્રમુખની ભારત મુલાકાત ત્રણ દિવસની રહેશે. પાટનગર નવી દિલ્હી ઉપરાંત એકાદ ભારતીય શહેરની મુલાકાત લેશે. એવા શહેરમાં અમદાવાદનું નામ મોખરે છે.