સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

Khambhat Violence- ખંભાતમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સામે ફરિયાદ

ખંભાતમાં બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપ્યું હતું. દરમિયાન એ સમયે ગવારા ટાવર પાસે છ હજાર જેટલાં પુરુષ તથા મહિલાઓ એકઠાં થયાં હતાં. જોકે, કોઈપણ સભા સરઘસ કરવા માટે પરવાનગી ન આપી હોવા છતાં ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવા મુદ્દે ભાજપના માજી ધારાસભ્ય, કાઉન્સિલર સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોમી રમખાણના ઘેરા પ્રત્યાઘાત પડે નહીં તે માટે કોઈ પણ સમાજના માણસોને કે આગેવાનોને કોઈ રેલી , સભા, સરઘસ કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેર સભાને પરવાનગી આપી નહોતી તેમ છતાં સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા. તેમણે ઉશકેરણીજનક ભાષણો કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરવા માટે આહવાન કર્યું હતું.
આ તોફાની તત્ત્વો સામે ગુનો નોંધાયો
સંજયપટેલ, પૂર્વ ધારાસભ્ય, ભાજપ
પિનાકિન બ્રહ્મભટ્ટ, ભાજપ પ્રમુખ
યોગેશ શાહ, ભાજપ કાર્યકર
નાનકાભાઈ પટેલ, રામસેના,
જયવીર જોષી, રામસેના
નંદકિશોર બ્રહ્યભટ્ટ, વીએચપી
કેતન પટેલ, હિન્દુ જાગરણ મંચ
નીરવ જૈન, હિન્દુ જાગરણ મંચ
કલ્પેશ પંડિત,ભાજપ ઉપપ્રમુખ
અશોક ખલાસી - કાઉન્સિલર,
રાજુભાઈ રાણા - કાઉન્સિલર,
બલરામ પંડિત - ભાજપ કાર્યકર
પાર્થિવ પટેલ – ભાજપ કાર્યકર
મંગો શાહ – પૂર્વ કાઉન્સિલર