બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 11 જુલાઈ 2020 (15:06 IST)

ગુજરાતનો અત્યાર સુધીનો વિચિત્ર કિસ્સો: દાદાની ઉંમરના પડોશીએ 19 વર્ષીય યુવતિનું કર્યું અપહરણ

ગુજરાત હાઇકોર્ટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવાર તરફથી પોતાની 19 વર્ષીય છોકરીને પડોશી વ્યક્તિ દ્વારા ભગાડી જઇ જવાના મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પડોશી પર આરોપ છે કે તે 19 વર્ષની છોકરી પોતાની સાથે ભગાડી લઇ આવવાની સાથે અપહરણ કર્યું છે. તો બીજી તરફ પડોશી વ્યક્તિ ના ફક્ત પરણિત છે, પરંતુ તેના પૌત્ર પણ છે. 
 
જોકે સમગ્ર મામલો પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં રહેતા પરિવારે ગત મહિને એક વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કારણ કે વ્યક્તિ વિરૂદ્ધ સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેમાં તેમને નિષ્ફળતા હાથ લાગી હતી. 
 
છોકરીના ભાઇએ અરજી દાખલ કરતાં કહ્યું કે પોલીસે આ કેસ ગંભીરતાથી લીધો નહી. પરિવારે આશંકા વ્યક્ત કરી કે છોકરીને તેના પડોશી શોવનજી ઠાકોરે બળજબરીપૂર્વક અપહરણ કર્યું છે. 22 જૂનના રોજ સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ કિશોર પ્રજાપતિએ પરિવારના સભ્યોની ચિંતાને વ્યક્ત કરી અને રજૂ કર્યું કે આરોપ ઠાકોરની સૌથી મોટી પુત્રી પરણિત છે અને તેમને બાળકો પણ છે.
 
વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું કે 2 જૂનના રોજ કિશોરી ગુમ થયા બાદ પરિવારને જાણવા મળ્યું કે પડોશી ઠાકોરે તેનું અપહરણ કર્યું હશે. પરિવારના સભ્યોએ કાકોશી પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો, જેમાં ખબર પડી કે છોકરી અંગે ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસ લાગ્યા. તો બીજી તરફ પોલીસે ઠાકોર વિરૂદ્ધ અપહરણ માટે એફઆઇઆર નોંધી નહી કારણ કે છોકરી કિશોર નથી. 
 
જ્યારે અરજી દાખલ કરવામાં આવી તો પરિવારે આશંકા વ્યક્ત કરી કે છોકરીને જીવનું જોખમ છે અતહ્વા તેનું યૌન શોષણ થઇ શકે છે. જેના પર હાઇકોર્ટે 29 જૂનના રોજ વિડીયો કોન્ફ્રરન્સના માધ્યમથી છોકરીને તેમની સમક્ષ હાજર કરવાનો આદેશ કર્યો. આગામી સુનાવણી દરમિયાન પોલીસે છોકરીને શોધવા માટે સમય માંગ્યો. જેના પર કોર્ટે 13 જુલાઇ સુધીનો સમય આપ્યો છે અને પોલીસને વીડિયો કોન્ફરન્સ દ્વારા છોકરીને કોર્ટમાં રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત પાટણ એસપીને 13 જુલાઇ સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.