શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (12:35 IST)

બાળકો લઈને પત્ની જેઠ સાથે ફરાર થયા બાદ પતિએ તેના જ પુત્રનું અપહરણ કર્યું

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકના અપહરણને લઇ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની પતિના ભાઈ સાથે ભાગી ગઈ હતી અને અલગ રહેવા લાગી હતી. પતિને જાણ થતાં તે પોતાના મોટા પુત્રને લઇને ભાગી ગયો હતો. પોલીસે બાળકને પરત અપાવી આરોપીની ધરપકડ કરી છે. અમદુપુરા વિસ્તારમાં વોરાના રોજાના દરવાજા સામે આવેલ કુત્બીમજાર બસ સ્ટેન્ડની બાજુમાં જી.સી.એસ. હોસ્પિટલના કોટની ફુટપાથ ઉપર આરતી અજયભાઇ કચરાજી ઠાકોરરહે છે. આરતીના પહેલા લગ્ન અજયના ભાઈ મુકેશ ઠાકોર સાથે થયા હતા. જેનાથી તેને બે બાળકો થયા હતા. જેમાં પાંચ વર્ષનો પ્રવિણ અને બે વર્ષનો ભરત છે. આઠેક દિવસ પહેલા પ્રવિણનું કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જેને લઇ પોલીસને જાણ કરવામાં આવતાં શહેરકોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. પરંતુ કોઈ ભાળ મળી ન હતી.  મુકેશ પોતાના બાળકનું અપહરણ કરી લઇ ગયો હોવાની શંકાને લઈ પોલીસ આરતીને લઇ મણિનગર રેલ્વે સ્ટેશન સામે તથા ઘોડાસર સ્મૃતિ મંદિર પાછળ મંગલદીપ/આલોક સોસાયટી પાસે તપાસ કરતા અગાઉના પતિ મુકેશ ઉર્ફે ટોપી કચરાજી રાવળ જ અપહરણમાં ભોગ બનેલ બાળક સાથે મળી આવ્યો હતો.  પોલીસે બાળક તેની માતાને સોંપી અપહરણ કરનાર મુકેશ ઉર્ફે ટોપી કચરાજી રાવળની ધરપકડ કરી હતી.