શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (12:16 IST)

ગીતા રબારી બાદ હવે કિંજલ દવે ભાજપમાં જોડાઇ, ફેસબુક પર મુકી આવી પોસ્ટ

અમદાવાદ: ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપમાં જોડાઇ ગઇ છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હાજરીમાં કિંજલે ભાજપનો ખેસ પહેર્યો હતો. આ સમયે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ મુકીને અને લોકોને જાણકારી આપી હતી. 
કિંજલે આ સાથે ભાજપના સદસ્યતા અભિયાનમાં ભાગ લઇને મોબાઇલથી મિસ્ડ કોલ આપીને ભાજપની પ્રાથમિક સદસ્યતા મેળવી હતી. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાન હેઠળ જાહેરજીવન સાથે જોડાયેલાં સહુ કોઇને ભાજપમાં જોડાઇ તેની વિચારધારાને લોકો સુધી લઇ જવા આહ્વાન કર્યું છે.
કિંજલ દવેએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને તેના ચાહકોને તેના ભાજપમાં જોડાણ અંગેની વાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક સેલિબ્રિટી લોક ગાયિકાએ જોડાઇ ગયા છે. કિંજલના ભાજપમાં જોડણા અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ લોક ગાયિકા ગીતા રબારી પણ ભાજપમાં જોડાયા હતા.