સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (11:32 IST)

મહાશિવરાત્રીના દિવસે જ મોટેરા નજીક જાણીતું કોટેશ્વર મહાદેવનું મંદિર દર્શન માટે બંધ કરાયુ

અમદાવાદના મોટેરા ગામ નજીક આવેલ જાણીતું કોટેશ્વર મહાદેવનું મંદિર શિવરાત્રીના દિવસે જ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. જોકે કોરોનાના કારણે  ભક્તોની ભીડ ના ઉમટે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનો સતાધીશો જણાવી રહ્યા છે. પરંતુ આ અંગેની અગાઉ કોઈ જાણ નહોતી કરવામાં આવી તેવો શિવભક્તો આક્ષેપ કરી રહ્યા છે.જેથી આજે શિવભક્તો એ મહાદેવના દર્શન વિના જ પરત ફરવું પડ્યું હતું.આ મંદિર ઘણા વર્ષો પુરાણું છે. જેથી લોકોની શ્રદ્ધા અને આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ લોકો દુર દુરથી આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે દર વર્ષે આ મંદિરમાં શિવરાત્રીના દિવસે લોકો ને ઉભા રહેવાની પણ જગ્યા ન મળે તેવી દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે પરંતુ આ વખતે તેઓ ભોલેનાથના દર્શન કર્યા વગર પરત ફરવું પડ્યું છે. કોટેશ્વર ગામમાં પણ મહાદેવનું એક મંદિર આવેલું છે ત્યાં આગળ પણ ગ્રામજનોએ લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરી છે

પણ તેઓએ પણ જણાવ્યું કે કોટેશ્વર મહાદેવ લોકો માટે બંધ રાખવામા આવ્યું છે પણ અમે કોઈ શિવભક્ત નારાજ  ન થાય તે માટે આ નાના મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે મોટા ભાગમાં લોકોને પોલીસ બહારથી જ પરત મોકલી રહી છે પરંતુ  અમે પણ અહીયા આવેલા લોકોને મહાદેવના દર્શન થાય તે માટે વ્યવસ્થા કરી રહ્યા છે.આ વિશાળ મંદિરમાં લોકોની ભીડ ઉમટી હોય તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય પણ મંદિરના સત્તાધીશો એ યોગ્ય વ્યવસ્થા કરી હોત તો શિવરાત્રીના દિવસે તમામ લોકો મહાદેવના દર્શન કરી શક્યા હોત.