શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (13:08 IST)

કચ્છના પ્રવાસે પહોંચેલા પ્રવાસીઓ ઠૂંઠવાયા, નલિયા 7.8 ડિગ્રી તથા નવસારીમાં 4.5 ડીગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં પડતી હિમવર્ષાના લીધે જિલ્લામાં ઠંડીનંુ પ્રમાણ યાથાવત રહ્યું છે. ન્યુનત્તમ તાપમાનમાં સામાન્ય વાધારો નોંધાયો છે. નલિયામાં ૭.૮ ડિગ્રી ,કંંડલા એરપોર્ટમાં ૧૧.૪, કંડલા પોર્ટમાં ૧ર અને ભુજમાં ૧ર.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. નાતાલ પર્વની રજાઓ કચ્છના પ્રવાસે આવેલા પ્રવાસીઓએ પણ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડી પવનોના લીધે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. રાપર સહિત સમગ્ર વાગડને ઠંડીએ બાનમાં લીધું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ જોર પકડયું છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય માથક રાપર શહેરની મુખ્ય બજાર ગણાતી સોની બજાર દિવસે ધમાધમતી હોય છે પરંતુ છેલ્લા બે દિવસાથી ઠંડીના લીધે મુખ્ય બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. ગુરુવારે નવસારીમાં 25 વર્ષનું સૌથી નીચું એટલે કે 4.5 ડિગ્રી તો સુરતમાં 7 વર્ષ અને વડોદરા-અમદાવાદમાં 3 વર્ષ બાદ સૌથી નીચુ તાપમાન નોંધાયુ હતું. 
સવારે દસ વાગ્યે ખુલતી બજારમાં પાંચ વાગ્યે સોપો પડી જાય છે. દિવસ દરમિયાન લોકો ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૮.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભુજનું પ્રમાણ સવારે ૮.૩૦ વાગ્યે પ૩ ટકા અને સાંજે પ.૩૦ વાગ્યે ૧૬ ટકા નોંધાયું છે. પવનની ઝડપ પ્રતિ કલાક સરેરાશ ૧૦ કિ.મી.ની રહી તી. ભુજમાં લઘુત્તમ તાપમાન ૧ર.૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ સવારે ૮૪ ટકા અને સાંજે ૧૪ ટકા નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશાએાથી ૬ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. નાતાલ પર્વનની રજામાં ભુજમાં ઉમટેલા પ્રવાસીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧૧.૪ અને મહત્તમ તાપમાન ર૮ ડિગ્રી અને કંડલા પોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રી અને મહત્તમ તાપમાન ર૭ ડિગ્રી નોંધાયું છે.