શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (16:40 IST)

ગુજરાતના આ ગામમાં 20 દિવસમાં 90 લોકોના મોત, લોકોએ જાતે લગાવ્યું લોકડાઉન

આ નવો કોરોના એકદમ ખતરનાક છે. એક પછી એકને પોતાની ચપેટમાં લેતો જાય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચિતાઓ નિકળી રહી છે. ઘણી જગ્યાએ કબ્રસ્તાનની સ્થિતિ એવી છે કે ચિતાઓ પર લાશ અને લાશ ઉપરાઉપર રાખીને સળગાવવાની નોબત આવી ગઇ છે. દરરોજ હજારો ઘરમાં માતમ પસરી રહ્યો છે. કોરોનાના કહેરથી લોકો કણસી રહ્યાછે, પરંતુ બેરહમ લોકો રહેમ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો ગુજરાતથી સામે આવ્યો છે. જ્યાં 20 દિવસમા6 90 લોકોને કોરોના ભરખી ગયો. ગત 20 દિવસમાં આ ગામમાં ચિતા ઓલવાઇ નથી. કોરોનાના કહેરથી ગામ ડર ગયું છે. લોકો ભયના ઓથાર હેઠળ જીવવા માટે મજબૂર છે. 
 
જોકે ભાવનગરના ચોગઢ ગામની વસ્તી 13 હજાર છે. આગમાં કોરોનાના કારણે ગત 20 દિવસો અત્યાર સુધી 90 લોકોના મોત થયા છે. ગત 20 દિવસમાં આ ગામના સ્મશાનની ચિતા ઓલવાઇ નથી. કોરોનાના કહેરથી આ ગામની ચિતાઓ વધારી દેવામાં આવી છે. ગામમાં એવી કોઇ હોસ્પિટલ નથી, જ્યાં લોકો પોતાનો કરાવી શકે અથવા સમયસર સારવાર આપી શકાય. જોકે સ્થિતિ એવી છે કે દરરોજ 5 થી 6 લોકોના મોત થાય છે. 
 
ગુજરાતના રાજ્યપાલ આર્ચાર્ય દેવવ્રતનું કહેવું છે કે ગામમાં કોરોના સંક્રમણને રોઅક્વા ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. ગામમાં આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવે. સ્કૂલો અથવા પંચાયત ઓફિસનો ઉપયોગ આઇસોલેશન સેન્ટર તરીકે કરવામાં આવે. જો કોઇ ગામમાં તાવ અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણ જોવા મળે છે તો તેમને આઇસોલેશન સેંટર ભરતી કરાવવામાં આવે. જોકે અજ્ત્યાર સુધી અહીં કોવિડ કેર સન્ટર શરૂ થયા નથી. 
 
ગામમાં સતત મોતથી લોકોમાં ડરનો માહોલ છે. ગામના લોકોએ પોતે અહીં લોકડાઉન જાહેર કરી દીધું છે. સ્થિતિ એ છે કે ગામના મોટાભાગના ઘરની અંદર એક અથવા બે લોકો કોરોના સંક્રમિત છે. 20 દિવસમાં 90 લોકોના અંતિમ સંસ્કાર થઇ ચૂક્યા છે. એકપણ દિવસ એવો નથી જ્યાં સ્મશાનની આગ ઓલવાઇ છે.